બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા દુઃખદ સમાચાર, ખ્યાતનામ અભિનેતા આયુષ્માન ખુરાનાના નજીકના વ્યક્તિનું થયું નિધન

Ayushmann Khurrana Father Died : બોલીવુડમાંથી ઘણીવાર સામે આવતી કેટલીક ખબરો ચાહકોના દિલને તોડી નાખતી હોય છે. ઘણા કલાકારોના છેલ્લા થોડા જ સમયમાં નિધન થયા છે. તો કેટલાક કલાકારોના પરિવારજનોના નિધનથી પણ ચાહકોને આઘાત લાગતો હોય છે. ત્યારે હાલ એક એવી ખબર સામે આવી છે જેના કારણે લાખો ચાહકો સદમાંમાં છે.

બોલીવુડના ખુબ જ ખ્યાતનામ અને પ્રતિભાશાળી અભિનેતા આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન થયું છે. તેમના નિધનથી ખબરથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. તો સાથે જ આયુષ્માનના ચાહકો પણ આ ખબરને લઈને આઘાતમાં છે. ત્યારે હવે ઇન્ડસ્ટ્રીના કલાકારો અને ચાહકો અભિનેતાને સાંત્વના પાઠવતા પણ જોવા મળી રહ્યા છે.

આયુષ્માનના પિતા અને જ્યોતિષ પી ખુરાનાનું નિધન મોહાલીમાં થયું છે. અભિનેતા દ્વારા સત્તાવાર નિવેદન જારી કરીને આની પુષ્ટિ કરવામાં આવી છે. આયુષ્માન ખુરાના ઉપરાંત પી ખુરાના અપારશક્તિ ખુરાનાના પિતા પણ હતા. શુક્રવારે તેમનું અવસાન થયું હતું. ઘણા લોકોએ તેમના ઘરે જઈને શોક વ્યક્ત કર્યો.

આયુષ્માન ખુરાનાના પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં લખ્યું છે કે, “ભારે હૃદય સાથે અમે જાણ કરીએ છીએ કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા અને જ્યોતિષી પી ખુરાનાનું આજે સવારે 10:30 વાગ્યે મોહાલીમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અમે અમારી અંગત ખોટમાં તમારી પ્રાર્થના અને તમારા સમર્થનથી બધા અભિભૂત થયા છીએ. અમે તેના માટે આભારી છીએ.”

પી ખુરાના જ્યોતિષના ક્ષેત્રમાં તેમના યોગદાનને કારણે ઉત્તર ભારતમાં પણ ખૂબ લોકપ્રિય હતા. તે પંજાબના ચંદીગઢના રહેવાસી હતા. તેમણે જ્યોતિષાચાર્ય પર પુસ્તકો પણ લખ્યા છે. આયુષ્માન ખુરાનાએ 2020માં પોતાના પિતા વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, “હું જ્યોતિષાચાર્યમાં માનતો નથી, પરંતુ મારા પિતા આખી જિંદગી તેની તાલીમ લેતા રહ્યા છે. તેઓ હંમેશા મને કહેતા હતા કે પુત્ર જનતાની નાડી લે. મેં તે જ કર્યું.”

આયુષ્માન ખુરાના ટૂંક સમયમાં ફિલ્મ ડ્રીમ ગર્લ 2 માં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય અનન્યા પાંડે પણ મહત્વની ભૂમિકામાં હશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. તે ખૂબ ગમ્યું. આયુષ્માન ખુરાના અને અપારશક્તિ ખુરાના બંને ફિલ્મ અભિનેતા પણ છે. બંનેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બંનેની ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે.

Niraj Patel