ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

10 વર્ષના આ બાળકે પિતાની ચેલેન્જ પર એપલ માટે એપ બનાવી, કંપનીનો સૌથી નાની ઉંમરનો ડેવલોપર બન્યો- વાંચો સફળતાની સ્ટોરી

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના આયુષ કુમારને 10 વર્ષની ઉંમરમાં ગેમિંગ એપ બનાવનારો સૌથી નાની ઉંમરનો ડેવલપર બની ગયો છે. આ નાનકડા ડેવલપરે આ કામ તેના પિતાની એક ચેલેન્જ પર કરી દ્દેખાડ્યુ હતું. આયુષના પિતા એક ટેક્નોલોજી ફિલ્ડમાં છે. તેઓએ આયુષને ગેમિંગ એપ બનાવવા માટે ચેલેન્જ આપી હતી.આયુષે આ ચેલેન્જને 10 દિવસમાં પુરી પણ કરી દીધી હતી.
આયુષના પિતાએ કહ્યું હતું કે, આયુષને દરરોજ ફક્ત 30 મિનિટ માટે જ લેપટોપ મળતું હતું. આટલા ઓછા સમયમાં કોડિંગ અને ગેમિંગ બન્ને કરતો હતો. આયુષનું પસંદીદાનું કામ કોડિંગ છે.

જણાવી દઈએ કે, 4 વર્ષની નાની ઉંમરમાં જ કોડિંગનું કામ કરતું હતું. આયુષની બનાવેલી આ એપ 3 જૂને એપલની વર્લ્ડ વાઈડ ડેવલોપર્સ નો કોન્ફ્રરસ્સમાં પેશ કરવામાં આવ્યું હતું. હાલ તો આ એપનું રીવ્યુ ચાલી રહ્યું છે. જે બાદ આજ એપલ સ્ટોર પર અપલોડ કરવામાં આવશે.

Image Source

આ બાદ એપલે આયુષ અને તેના પિતાનો ઇન્ટરવ્યૂ લીધો હતો. આ ઇન્ટરવ્યૂમાં આયુષના પિતાએ જણાવ્યું હતું કે, ‘આયુષને મોબાઈલ અને કોમ્પ્યુટર માટે 30 મિનિટનો સમય મળતો હતો. આ સમય ડર્મિટાયન તે ગેમિંગ અને કોડિંગ કરતો હતો. આ જોઈને જ મેં આયુષને એપલ ડેવલપર કોન્ફ્રન્સમાં જવા માટેની કહ્યું હતું. મેં તેને કહ્યું હતું કે, તે કોમ્પિટિશનમાં ક્વોલિફાય તો નહિ થાય પરંતુ તેને ચેલેન્જને સ્વીકારવી જોઈએ.

Image Source

આયુષના પિતાએ કહ્યું કે, તેને આ ચેલેન્જને સ્વીકારી અને લગભગ 10 દિવસમાં જ ફિઝિક્સ પર આધારિત એપ બનાવી દીધી હતી.

આયુષ્ય આ મુદ્દે કહ્યું હતું કે, ‘મારા માતા-પિતા ટેક્નોલોજીના ફિલ્ડના છે. તેને કોડિંગ કરતા જોઈને બાળપણથી જ કોડિંગ પસંદ આવી ગયું હતું. ત્યારે એપ બનાવવી મુશ્કેલ કામ ના હતું.

Image Source

એપલનો સ્કોલરશીપ પ્રોગ્રામ નાના બાળકોને ડેવલપર કોન્ફ્રન્સમાં હિસ્સો લેવાનો મૌકો આપે છે. આ કોન્ફ્રરન્સમાં ભાગ લેવા માટે ટિકિટ 70 હજાર (1 હજાર ડોલર) હતી. આ કોન્ફ્રન્સમાં શામેલ થવા માટે ઓછામાં ઓછી 13 વર્ષ ઉંમર હોય છે. પરંતુ આયુષનું કૌશલ્ય જોઈને એપલે તેને છૂટ આપી હતી.

Image Source

આયૂષનું કહેવું છે કે, એપલ કોન્ફ્રન્સમાં તમે નવી વસ્તુઓ શીખી શકો છો. આ ચીજ બાબતે ઘણા લોકો નથી વિચારતા. ખુદનો મોબાઈલ ના હોવાને કારણે \તે બીજી એપ વાપરી નથી શકતા. આયૂષની રુચિ કારમાં પણ છે. તે મોટો થઈને ટેસ્લા જેવી કાર પર ટેક્નિકલી કામ કરવા ઈચ્છે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks