દુઃખદ: વધુ એક મોટી હસ્તીનું થયું નિધન, પરિવાર પર તૂટી પડ્યો છે દુઃખનો પહાડ…તિરંગામાં લપેટાઇને થયા અંતિમ સંસ્કાર

બોલિવૂડ અભિનેતા આયુષ શર્માના દાદા અને પૂર્વ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી પંડિત સુખરામ શર્માએ 10 મેના રોજ દુનિયાને અલવિદા કહ્યું. આયુષ શર્માના દાદાએ 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પંડિત સુખરામ શર્માનું નિધન તેમના પરિવાર માટે એક મોટો આઘાત છે. 12 મેના રોજ સુખરામ શર્માને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી, જ્યાં રાજકારણ અને ફિલ્મ જગતની અનેક હસ્તીઓ તેમને વિદાય આપવા માટે આવી હતી. આયુષ શર્મા આ દરમિયાન ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો અને ભાંગી પડ્યો હતો. સાથે જ આયુષ શર્માએ દાદુના નામે એક ઈમોશનલ પોસ્ટ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

અભિનેતાએ દાદુની અંતિમ વિદાયની તસવીરો શેર કરી અને લખ્યું કે હવે ફોનમાં દાદા કોલિંગની રિંગ નહિ વાગે. આયુષે સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ શેર કરી દાદાના નિધનના સમાચારની જાણકારી આપી છે. તેણે કહ્યું કે તે તેના દાદાની ખૂબ જ નજીક હતો અને તેમના આશીર્વાદ લીધા વિના કોઈ નવું કામ શરૂ કર્યું નથી. આયુષના દાદાને હાર્ટ એટેક આવ્યા બાદ દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા.

આયુષે તેની પોસ્ટમાં લખ્યું, “ખૂબ જ ભારે હૃદય સાથે હું મારા પ્રિય દાદા પંડિત સુખરામ શર્માને અંતિમ વિદાય આપું છું. ભલે તમે ગયા, પરંતુ હું જાણું છું કે તમે હંમેશા મારી સાથે હશો, મને રસ્તો બતાવશો, મારું ધ્યાન રાખશો અને આશીર્વાદ આપશો. તમારા આત્માને શાંતિ મળે, અમે તમને ખૂબ જ યાદ કરીશું.” આયુષની આ પોસ્ટ પર ફેન્સથી લઈને સેલેબ્સ શોક વ્યક્ત કરી રહ્યા છે. આયુષે શેર કરેલી તસવીરોમાં તે પુત્ર આહિલ સાથે દાદાના પાર્થિવ દેહને ફૂલ અર્પણ કરતો જોવા મળે છે.

સુપરસ્ટાર સલમાન ખાને આયુષ શર્માના દાદા પંડિત સુખ રામના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પણ હતા. પંડિત સુખ રામે 5 વખત વિધાનસભા ચૂંટણી અને 3 વખત લોકસભાની ચૂંટણી જીતી હતી. તેમનો પુત્ર અનિલ શર્મા મંડીથી ભાજપના ધારાસભ્ય છે. આયુષનો ભાઈ આશ્રય પણ રાજકારણી છે. સુખ રામે સંરક્ષણ ઉત્પાદન અને પુરવઠા, આયોજન અને ખાદ્ય અને નાગરિક પુરવઠાના રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aayush Sharma (@aaysharma)

સુખ રામના મોતની અફવાઓ આ અઠવાડિયાની શરૂઆતમાં હેડલાઈન્સ બની હતી. જો કે, આયુષ શર્માએ તરત જ આ અફવાઓને નકારી કાઢી હતી. તેણે લખ્યું, “મારા દાદા પંડિત સુખ રામ એક મજબૂત આત્મા છે અને બહાદુરીથી લડી રહ્યા છે. તમામ અહેવાલો અને અફવાઓ માટે અમારા સમગ્ર પરિવાર માટે આ મુશ્કેલ સમયે, હું દરેકને વિનંતી કરું છું કે તેઓ તેમની સુખાકારી માટે પ્રાર્થના કરે અને કોઈપણ ખોટા સમાચારથી દૂર રહે. બધી પ્રાર્થનાઓ માટે તમારો ખૂબ ખૂબ આભાર.”

Shah Jina