હેલ્થ

વધતા વજનને રોકવા અને વધેલા વજનને ઘટાડવા માટે સૌથી શ્રેષ્ઠ રસ્તો છે આ, આયુર્વેદ પાસે છે એનો ખાસ ઈલાજ, અત્યારે જ વાંચો

ફૂલેલી ફાંદ ઘટાડવી છે ફટાફટ? તો આયુર્વેદ ઈલાજ આ છે

વજન વધારાની સમસ્યા આજે દર ત્રીજા વ્યક્તિમાં જોવા મળે છે, ભલે ખોરાક ઓછો હોય અને બહારની ખાણીપીણી પણ ના લેતા હોય છતાં પણ કેટલીકવાર વજન વધવાની સમસ્યા સર્જાતી જ હોય છે, આ વધતા વજનને રોકવા માટે અને વધેલા વજનને ઘટાડવા માટે આપણે ઘણા કીમિયા પણ કરતા હોઈએ છીએ, જીમમાં જવું, કસરત કરવી, ખાણીપીણીમાં ધ્યાન રાખવું આ બધું જ અનુસરણ કરવા છતાં પણ વધેલા વજનમાં ના કોઈ ફેર પડે છે ના વજનને વધતું આપણે રોકી શકીએ છીએ, પર્નાતું આયુર્વેદ પાસે તેનો ઉપચાર છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર કેટલીક બાબતોનું ધ્યાન તમે રાખશો તો વજન વધવાની સમયસ્યાથી તમે દૂર થઈ જશો.

Image Source

આયુર્વેદ દ્વારા કેટલીક વસ્તુઓ સૂચવવામાં આવી છે એ પ્રમાણે જો તમે તમારી દિનચર્યાને ઢાળી દો છો તો આ સમસ્યા તમને સતાવતી નથી.

જમવાનો નિર્ધારિત સમય નક્કી કરવો:
વધતા વજનને નિયંત્રણમાં રાખવાનો સૌથી સરળ ઉપાય છે તમારા ડાયટ પ્લાનને નિયમિત રાખવું. 70 લોકોના વજન વધવા પાછળ જમવાના સમયની અનિયમિતતા જ જવાબદાર હોય છે. તેના માટે તમારે કઈ ખાસ કરવાની જરૂર નથી બસ દિવસમાં સારું ભોજન સારા સમયે લેવું. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે દિવસમાં 3 વાર ખાવાની આદત વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દિવસમાં 3 વાર ખાવું જોઈએ અને એ પણ ઘરે બનેલું હેલ્દી ફૂડ.

Image Source

રાત્રે જમવાનો યોગ્ય સમય:
વજન વધવા માટે રાત્રે મોડા સુધી ખાતા રહેવું એ પણ એક કારણ જવાબદાર છે. જો તમને પણ રાત્રે મોડા સુધી ખાવાની આદત છે તો તેને છોડી દેવી જોઈએ, કારણ કે આ આદતથી વજન ઘટાડવું મુશ્કેલી ભર્યું થઈ જશે. આયુર્વેદના જણાવ્યા અનુસાર રાત્રે 7 વાગ્યા સુધી જમવાનું જમી લેવું જોઈએ અને રાત્રે જમવામાં હલકો અને સરળતાથી પાચન થઈ શકે એવો ખોરાક જ લેવો જોઈએ.

Image Source

ડાયેટમાં ઉમેરો આ વસ્તુઓ:
જમવા વિષે આપણે ઘણીવાર ઘણી જ ગેરકાળજી રાખતા હોઈએ છીએ, એક જ પ્રકારના ડાયટ પ્લાનને અનુસરતા હોઈએ છીએ જેના કારણે મોટાપો વધી જાય છે. તમારા રોજિંદા ડાયટ પ્લાનની અંદર પોષક તત્વો મેળવવા માટે દરેક પ્રકારના ફૂડને સમાવિષ્ઠ કરવા જોઈએ, ગળ્યું, ખાટું, લીલા શાકભાજી, ફળ, દૂધ દહીં જેવી વસ્તુઓને પોતાના દૈનિક આહારમાં ઉમેરવી જોઈએ.

Image Source

જંક ફૂડથી રહો દૂર:
જો તમે સાચે જ વજન ઘટાડવા માંગો છો બહારની ખાણીપીણીથી દૂર જ રહેવું જોઈએ અને ઘરનું જ ખાવાનું ખાવું જોઈએ, બહારના ખાવામાં તેલ, મસાલા, અને મિતુ વધારે પ્રમાણમાં હોય છે તે જીભને સ્વાદ આપે છે પરંતુ શરીરમાં મોટું નુકશાન કરે છે. આ ના તો પોષણ આપે છે ના વજન ઘટાડવામાં મદદ કરે છે.

Image Source

પાણી પીવામાં ધ્યાન આપવું:
વજન ઘટાડવા માટે પાણીની ભૂમિકા પણ સૌથી મહત્વની હોય છે, યોગ્ય સમયે પાણી પણ યોગ્ય પ્રમાણમાં પીવું જોઈએ, સવારે ઉઠીને તરત હલકું ગરમ પાણી પીવાની આદત કેળવવી જોઈએ જેનાથી તમારા શરીરમાં જમા થેયેલા વિશેળતત્વો બહાર નીકળી જશે, અને પેટ પણ સાફ રહેશે જેના કારણે વજન વધવાની સમસ્યા નહીં ઉદભવે.

પૂરતી ઊંઘ લેવાનું રાખવું:
જો તમે રાત્રે મોડા સુધી જાગો છો અને સવારે વ્હાઈલ ઉઠી જાવ છો તો તેના કારણે તમારું વજન વધી શકે છે, અપૂરતી ઊંઘ તમારા શરીરનું વજન વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. વજન ઘટાડવા માટે અને વધતા વજનને રોકવા માટે પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. 24 કલાકમાં તમારે 7-8 કલાક ઊંઘ લઇ લેવી એના માટે રાત્રે જલ્દી સુવાની આદત કેળવવી જોઈએ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.