કોરાના વાયરસથી બચવું છે? તો અપનાવો આ 7 આયુર્વેદિક ટિપ્સ, ઝડપથી વધારશે રોગપ્રતિકારક શક્તિ

0

કોરોના વાયરસથી બચવા માટે આજે કેટલાય પ્રકારની સલાહ મળે છે. સોશિયલ મીડિયા, સમાચાર પત્રો, કે ન્યુઝ ચેનલમાં પણ સાવચેતી રાખવાના ઘણાં ઉઅપયો બતાવવામાં આવે છે. કોરોના વાયરસથી જો બચવું હોય તો પોતાની જાતે જ સુરક્ષિત રહેવું યોગ્ય છે, અને તેના માટે સૌથી શ્રેષ્ઠ રસ્તો છે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવી, આ વાયરસ શારીરિક રીતે નબળા લોકોમાં ઝડપથી પ્રવેશ કરે છે. માટે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ જેટલી વધારે મજબૂત હશે તેટલા જ તમે આ રોગથી દૂર રહી શકશો.

Image Source

આજે અમે તમને એવા જ કેટલાક આયુર્વેદિક ઉપાયો જણાવીશું, જેના દ્વારા તમે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો અને કોરોના જેવા ભયાનક વાયરસ સામે પણ ખુબ જ સરળતાથી રક્ષણ મેળવી શકો છો.

Image Source

આંબળા:
આંબળા એક આયુર્વેદિક ઔષધિ છે, તેનાથી તમારા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિમાં ઝડપથી વધારો થશે, ડોક્ટર પણ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આંબળા ખાવાની સલાહ આપતા હોય છે. દિવસ દરમિયાન માત્ર એક આંબળું ખાવાથી પણ તમારી રોગપ્રતિકારક શક્તિમાં વ્દ્ગારો થઇ શકે છે. આંબળાનું જ્યુસ, આંબળાનું અથાણું ણ કાચા આંબળા જેવી વસ્તુઓ ઐનીક આહારમાં ઉમેરવી જોઈએ, જેના કારણે તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધશે અને કોરોના જેવા વાયરસ લાગુ પડવાનો ખતરો પણ નહીં રહે.

Image Source

ગિલોય(ગળો):
ગિલોય એટલે કે આપણે જેને ગળો કહીએ છીએ તે પણ એક આયુર્વેદિક ઔષધિ છે. જે તમારા શારીરિક શક્તિ આપવામાં મદદગાર સાબિત થાય છે. આ એક એવી જડીબુટી છે જે દરેકને માટે ખુબ જ ફાયદાકારક છે. આ એક શક્તીશાળ ઇમ્યુનોમોડ્યુલેટર છે જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં ઝડપથી વધારો થઇ શકે છે. ગિલોયના મૂળિયાં માનસિક તાણ ઓછી કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. તેની અંદર એન્ટી લેપ્રોટોક અને મેલેરિયા રોધી ગુણ રહેલા છે. જે શરીરમાં ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે.

Image Source

હળદર અને કાળા મરી:
કાલા મરીની અંદર હળદર ઉમેરવામાં આવે તો તે ચમત્કારિક ફાયદા આપવાનું શરૂ કરે છે, હળદર પણ એક ઔષધીય જડીબુટ્ટી છે. તેનાથી શરીરની અંદર ઘણા બધા રોગો દૂર થાય છે. કાળી મરીની અંદર હળદર ઉમેરીને જો લેવામાં આવે તો તેનાથી શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિમાં ખાસો વધારો થાય છે. જેના કારણે તમે સામાન્ય બીમારીમાંથી પણ બચી શકો છો.

Image Source

તુલસી અને આદુવાળી ચા:
રોજ સવારે આપણને સામાન્ય રીતે ચા પીવાની આદત હોય છે, પરંતુ ચાની અંદર તુલસી અને આદુ નાખીને પીવામાં આવે તો પણ તેમારી રોગપ્રિકારક શક્તિને તમે વધારી શકો છો. દિવસ દરમિયાન તમને જેટલીવાર ચા પીવાની ઈચ્છા થાય એટલીવાર ચાની ડિનર તુલસી અને આદુ નાખીને પીવી તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક રહેશે.

Image Source

આદુ, તુલસી અને મધનો કાઢો:
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી શ્રેષ્ઠ રસ્તો કાઢો પણ છે, દિવસમાં બે થી 3 વાર તુલસી, આદુ અને મધ નાખીને કાઢો બનાવવો અને પીવો જેના કારણે રોગપ્રતિકારક શક્તિમાં ખાસો વધારો થશે.

Image Source

આયુર્વેદિક લાડુ:
ગોળ, ઘી, હળદર અને આદુનો પાવડર ઉમેરીને ઘરે જ આયુર્વેદિક લાડુ બનાવી દેવા જોઈએ અને દિવસ દરમિયાન જયારે પણ સમય મળે ત્યારે એ લાડુને ખાવા જોઈએ.જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં ખાસો વધારો થશે.

Image Source

હળદરવાળું દૂધ:
રોજ રાત્રે સૂતી વખતે હળદરવાળું દૂધ પણ પીવું જોઈએ, હળદરમાં ઘણા આયુર્વેદિક ગુનો રહેલા છે અને દૂધ પણ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, માટે દૂધની અંદર અળદર ઉમેરી રાતે પીવાથી પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.