હેલ્થ

ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવતા આ ફૂલ-પાન છે ઘણા રોગોમાં લાભદાયક, વાંચો ચમત્કારિક ફાયદાઓ

ભગવાન શિવજીની પૂજા આપણે ખુબ જ ભક્તિભાવથી કરતા હોઈએ છીએ, ભગવાન શિવજી ભોળાનાથ છે અને તે પોતાના ભક્તો ઉપર સદાય પોતાની કૃપાદૃષ્ટિ રાખતા હોય છે જેના કારણે ભગવાન શિવજીની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે, ખાસ કરીને શ્રાવણ માસમાં આખો મહિનો ભગવાન શંકરની પૂજા કરવામાં આવતી હોય છે, ભગવાન શિવજીની પૂજા કરવા માટે આપણે બીલીપત્ર અને ધતુરા જેવા ફૂલ અને પાન અર્પણ કરી અને ભોલેનાથની કૃપા મેળવતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવતા ફૂલ અને પાન માત્ર શિવજીને પ્રસન્ન કરવા માટે નહીં પરંતુ કેટલાક રોગો માટે પણ ફાયદાકારક છે.તો ચાલો જાણીએ તેના ફાયદાઓ..

Image Source

બીલીપત્ર:
ભગવાન શંકરને પૂજાની અંદર આપણે મોટાભાગે બીલીપત્ર ચઢાવતા હોઈએ છીએ, બીલીપત્ર ભગવાન શિવજીને ખુબ જ પ્રિય છે. પરંતુ બીલીપત્રના શરીર માટે પણ ખુબજ ફાયદાઓ છે. તાવ આવે ત્યારે બોલીપત્રનો કાઢો બનાવીને પીવામાં આવે તો તે ખુબ જ ફાયદાકારક નીવડે છે. આ ઉપરાંત જયારે વાતાવરણ અને ઋતુ બદલાય ત્યારે થતા શરદી ઉધરસ માટે પણ બીલીપત્રના રસની અંદર મધ ઉમેરીને પીવામાં આવે તો સારો ફાયદો આપે છે.

Image Source

ભાંગ:
ભંગ શિવજીને અતિ પ્રિય છે, જ્યારે સમુદ્રમંથન દ્વારા નીકળેલા વિષને ભગવાન શંકરે પીધું હતું જેનાથી તેમનું ગળું ભૂરું થઇ ગયું હતું, ત્યારે ભાંગન પાનનો ઉપયોગ જ ઔષધિના રૂપમાં કરવામાં આવ્યો હતો, એટલે ભાંગ પણ ઘણા જ ઔષધીય ગુણો ધરાવે છે. જયારે માથાની અંદર અસહ્ય દુખાવો થતો હોય ત્યારે ભાંગના પાન વાટી તેનો રસ કાઢીને કાનની અંદર એક બે ટીપા નાખવામાં આવે તો સારી રાહત મળે છે.

Image Source

ધતુરો:
ભગવાન શંકરને ધતુરાના ફળ પણ ચઢાવવામાં આવે છે તે પણ તેમને ખુબ જ પ્રિય છે.ધતુરાના રસને જો માથાની અંદર લગાવવામાં આવે તો માથામાંથી ખોડો દૂર થાય છે સાથે સાથે વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે આ સિવાય ધતુરાના રસની અંદર તલનું તેલ મિક્સ કરીને સાંધાના દુખાવા ઉપર લગાવવામાં આવે તો પણ દુખાવામાં સારી રાહત મળે છે.

Image Source

આંકડિયાના ફૂલ અને પાંદડા:
આંકડિયાના ફૂલ અને પાંદડા પણ ભગવાન શંકરને અર્પણ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિને જો વધારે તાવ આવ્યો હોય ત્યારે આંકડિયાના ફૂલ અને પાંદડાનો રસ કાઢીને પીવડાવવામાં આવે તો તેને રાહત મળે છે સાથે તેનો રસ સાંધાના દુખાવા માટે પણ ખુબ જ ગુણકારી છે.

Image Source

બારમાસીના ફૂલ:
ભગવાન શિવજીની પૂજામાં આપણે બારમાસીના ફૂલનો પણ ઉપયોગ કરીએ છીએ, બારમાસીના ફૂલનો રસ વિશેષજ્ઞો કેન્સરના ઈલાજ માટે કરતા હોય છે, જે વ્યક્તિને કેન્સરનું પહેલું સ્ટેજ હોય તેવા દર્દીને બારમાસીના ફૂલનો રસ આપવામાં આવતો હોય છે.