હેલ્થ

આયુર્વેદ પ્રમાણે રાત્રે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ, જાણો સ્વસ્થ શરીર રાખવા માટેનું રહસ્ય

શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે કેટ કેટલાય ઉપાયો કરતા હોઈએ છીએ, છતાં જોઈએ તે પ્રમાણે આપણે શરીરને સ્વસ્થ નથી રાખી શકતા. આજના સમયમાં મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીથી તો જરૂર પીડાતા હોય છે. પરંતુ શરીરને સ્વસ્થ રાખવા માટે આપણું ખાન-પાનનું પણ ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને આયુર્વેદ પ્રમાણે રાત્રે શું ખાવું અને શું ના ખાવું તેના વિશેની જાણકારી આપીશું.

Image Source

1. રાત્રે શું ખાવું અને શું ના ખાવું:
રાત્રે વધારે જમવાના કારણે પેટ ભારે થઇ જાય છે. જેના કારણે એસીડીટી અને ઊંઘ ના આવવાની સમસ્યા થાય છે. જેના કારણે પાચનતંત્રમાં ગડબડ થવાની પણ સમસ્યા થાય છે. આયુર્વેદ પ્રમાણે આપણે રાત્રે ફક્ત કાર્બોહાઇડ્રેટ વાળું જ ખાવું જોઈએ. કારણ કે આ આપણે સરળતાથી પચાવી શકીએ છીએ. રાત્રે ભારે ભોજન કરવાના કારણે બેચેની અને ઊંઘ ના આવવાની શક્યતા વધે છે.

Image Source

2. દહીં ના ખાવું:
રાત્રે ક્યારેય દહીંનું સેવન ના કરવું જોઈએ. દહીંની જગ્યાએ છાસ લઇ શકો છો. દહીં શરીરની અંદર કફ થવાની સમસ્યામાં વધારો કરે છે. જેના કારણે નાકમાં શરદી જામી જવાની સંભાવના રહે છે.

Image Source

3. ઓછું દૂધ પીવું:
જો તમને પણ રાત્રે દૂધ પીવાની આદત હોય તો ઓછા ફેટ વાળું દૂધ પીવું. ઠંડુ દૂધ ક્યારેય ના પીવું, દૂધને ઉકાળ્યા બાદ જ પીવાનો આગ્રહ રાખવો. ગરમ અને ઓછા ફેટ વાળા દૂધ પચવામાં આસાન હોય છે.

Image Source

4. રાત્રે વધારે તીખું ના ખાવું:
રાત્રે જમવામાં એવા મસાલાનો પ્રયોગ કરવો જે સ્વાસ્થ્ય માટે સારા હોય. એમ કરવાથી શરીરમાં ગરમાહટ વધશે અને ભૂખ પણ સંતોષાશે. રાત્રે જમવામાં દાલચીની, વલીયારી, મેથી અને ઇલાયચીનો ઉપયોગ કરવો. પરંતુ રાત્રે જમવામાં વધારે તીખું કે મસાલાવાળું જમવાનું ના લેવું.

Image Source

5. ઓછું જમો અને ધીરે જમો:
જો તમે ખરેખર વજન ઓછું કરવા માંગતા હોય તો એ વાત ગાંઠે બાંધી લેવી કે રાત્રે ઓછું ખાવું અને ખોરાકને ચાવીને ખાવો. તેનાથી તમે હેલ્દી પણ રહેશો અને ઊંઘ પણ સારી આવશે. રાત્રે આપણું પાચનતંત્ર નિષ્ક્રિય થઈ જાય છે. જેના કારણે આપણા શરીરને ભારે ભોજન પચાવવામાં મુશ્કેલી થાય છે. વધારે ખાવાથી અપચો, ગેસ અને કબ્જ જેવી સમસ્યા પણ થઈ શકે છે.

Image Source

6. પ્રોટીન વાળી વસ્તુઓ ખાવી:
રાત્રે મોટાભાગે પ્રોટીન યુક્ત ખોરાક લેવાની આદત પાડવી જેવી કે દાળ, લીલા શાકભાજી અને ફળ લેવા જોઈએ. જેના કારણે તમારું ડાયજેશન સિસ્ટમ ખુબ જ હલકી અને સ્વસ્થ રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.