ખબર

5 લાખ 51 હજાર દીવાથી ઝગમગશે અયોધ્યા, રામ દરબારમાં મુખ્યમંત્રી યોગી પ્રગટાવશે દિવા

બાબરી ધ્વંસના 28 વર્ષ બાદ રામલલા દરબાર સહીત શ્રીરામ જન્મભૂમિનું સ્મૂચ પરિસર દીપમાળાથી ઝગમગતું નજરે આવશે. ગત વર્ષ ગિનીઝ બુકમાં 4.14 દિવા પ્રગટાવવાનો રેકોર્ડ અયોઘ્યાવાસી તોડશે. રામનગરીમાં થવા જઈ રહેલા આ દિપોત્સવને ભવ્ય બનાવવા માટે પ્રશાસન દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

Image source

દિવાળીના દિવસે અયોધ્યાની રામની પૌડી પાંચ લાખ 51 હજાર દીવાથી ઝગમગી ઉઠશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલાલના દરબારમાં હાજરી આપી દીવો પ્રજ્વલ્લીત કરશે. આ બાદ સંપૂર્ણ અયોધ્યા દીવડાથી ઝગમગી ઉઠશે.

Image source

રામકી પૈડી ખાતે 5.51 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. આ વર્ષનો દીપોત્સવ ખૂબ જ વિશેષ બનવા જઈ રહ્યો છે કારણ કે સુપ્રીમ કોર્ટના રામ મંદિરના નિર્ણય પછી પહેલો દીપોત્સવ છે. હવે રામ મંદિરનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. તો દીપોત્સવની ઉજવણી ડબલ ઉત્સાહ સાથે કરવાની યોજના છે. 1992 પછી આ પહેલી વાર હશે જ્યારે શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં આટલા મોટા પાયે દીવડાઓ પ્રગટાવવામાં આવશે.

Image source

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, પ્રથમ વખત વર્ચુઅલ માધ્યમથી દીવડા પ્રગટાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ -19 ને કારણે જેઓ અયોધ્યા પહોંચી શકશે નહીં, તેઓ શ્રી રામના જન્મસ્થળ પર વર્ચુઅલ માધ્યમથી દીવો પ્રગટાવવી શકશે.

Image source

યોગીએ કહ્યું કે દિવાળી પર અયોધ્યાની ભવ્ય સજાવટ થવી જોઈએ. શ્રી રામ જન્મભૂમિ, કનક ભવન, રામ કી પૈડી, હનુમાન ગઢી સહિતના તમામ મંદિરોમાં ઇલેક્ટ્રોનિક સજાવટ કરવી જોઈએ. એ જ રીતે, બ્રિજ, ઇલેક્ટ્રિક પોલ્સ વગેરે પર ઇલેક્ટ્રિક ઝાલર લગાવવી જોઈએ. આ કાર્યક્રમોમાં એકરૂપતા હોવી જોઈએ. આ દીપોત્સવની સુંદરતામાં વધારો કરશે.

અવધ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રવિશંકરસિંહે જણાવ્યું હતું કે આ વખતના આયોજનમાં યુનિવર્સિટીનું મહત્વનું યોગદાન રહેશે. ગયા વર્ષે અમે 4,26,000 દીવા પ્રગટાવ્યા. આ વખતે અમે 6 લાખથી વધુ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

Image source

અગાઉ ઘાટની સંખ્યા પણ 12 હતી. આ વખતે 24 ઘાટ છે. તેથી કામ બમણું થાય છે. આ કાર્યક્રમમાં કુલ 8000 સક્રિય સ્વયંસેવકો હશે. 2000 સ્વયંસેવકોને રિઝર્વે રાખવામાં આવ્યા છે. આ રીતે કુલ 10 હજાર સ્વયંસેવકો કામમાં લાગશે.