ખબર

અયોધ્યામાં રામ મંદિર બનાવવા ક્યાંથી આવશે પથ્થર ? અને શા કારણે છે ખાસ? જાણો કારણ

ગઈકાલે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન બાદ હવે ભવ્ય રામ મંદિર જલ્દી જ બને તેની ભક્તો રાહ જોઈને બેઠા છે. રામ મંદિરનું નિર્માણ કાર્ય પણ પણ ખુબ જોર શોરથી શરૂ થઇ ગયું છે. ત્યારે આ મંદિરના નિર્માણ માટે ખાસ પ્રકારના પથ્થર મંગાવવામાં આવશે, તેના વિષે આજે આપણે જાણીશું.

Image Source

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાનામાં રામ મંદિર બનાવવા માટેના પથ્થરોને કપાવાનું કામ ઝડપી બની ગયું છે. અયોધ્યામાં રામ મંદિર રાજસ્થાનના પથ્થરોથી જ બનશે. રામ મંદિર બનાવવા માટે અહીંયાના જ પથ્થરોની પસંદગી કરવામાં આવી છે.

Image Source

બંશી પહાડપુરથી નીકળવા વાળા આ પથ્થરોની ઉંમર લગભગ 5000 વર્ષ સુધીની માનવામાં આવે છે. આ પથ્થરો ઉપર જેટલું પાણી પડે છે તેટલી જ આ પથ્થરોની ચમકમાં વધારો થાય છે. અને આ પથ્થર હજારો વર્ષો સુધી ટકી રહે છે.

Image Source

પથ્થરોનો નક્શી કરવા વાળા કારીગરો આ વાતથી ખુશ છે કે તેમના દ્વારા નક્શી કરવામાં આવેલા પથ્થરોનો ઉપયોગ રામ મંદિરમાં થવાનો છે. વર્ષ 1990માં અયોધ્યા આંદોલન દરમિયાન પણ રામ શીલા પૂજન માટે “શ્રી રામ” લખેલી વિશેષ પ્રકારની ઈંટોનું નિર્માણ પણ અહિયાંથી જ કરવામાં આવ્યું હતું.

Image Source

ભરતપુરમાંથી મોટા પ્રમાણમાં રામ મંદિર નિર્માણ માટે પથ્થર અયોધ્યા પહોંચી પણ ચુક્યા છે. બંશી પહાડપુરના પથ્થરોનું નિર્માણ પણ ઘણી પ્રાચીન ઇમારતો બનાવવા માટે થઇ ચૂક્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.