ખબર

જુઓ વીડિયો: અયોધ્યામાં થશે ભવ્ય મસ્જિદનું નિર્માણ, મસ્જિદ ઉપરાંત બનશે આધુનિક દવાખાનું

અયોધ્યામાં બનવા જઈ રહી છે આધુનિક મસ્જિદ, તસવીરો આવી સામે: ઘણા લાંબા સમયથી અયોધ્યામાં શ્રી રામ જન્મ ભૂમિ અને મસ્જિદ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ થોડા સમય પહેલા જ ઉકેલાયો અને ત્યાં રેમ જન્મભૂમિના પક્ષમાં નિણર્ય આવ્યો. ત્યારબાદ આ જગ્યા એ જગ્યા ઉપર ભવ્ય રામ મંદિર બનવાનું પણ આયોજન થયું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંદિરનો શિલાન્યાસ પણ થઈ ગયો. હવે મસ્જિદ માટે ફાળવવામાં આવેલી જગ્યા ઉપર ભવ્ય મસ્જિદ પણ બનવાની તસવીરો સામે આવી રહી છે.
ઇન્ડો ઇસ્લામિક કલચરલ ફાઉન્ડેશન દ્વારા આયોધ્યામાં બનવા વાળી મસ્જિદની ડિઝાઇન લોન્ચ કરવામાં આવી છે. આ ડિઝાઇન જોતા લાગી રહ્યું છે કે મસ્જિદમાં ગુંબજ નહિ હોય. સાથે આ મસ્જિદ આધુનિક રંગમાં નજર આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ મસ્જિદની અંદર મ્યુઝિયમ, હોસ્પિટલ લાઈબ્રેરી અને રસોડું પણ બનાવવામાં આવશે. તસવીરોમાં દેખાઈ રહેલી ગોળાકાર ઇમારત મસ્જિદ છે.
ધન્નીપુરમાં પ્રસ્તાવિત થયેલી મસ્જિદની ડિઝાઇનને લઈને શનિવારના રોજ થયેલી બેઠકમાં ફાઉન્ડેશનના બધા જ સદસ્યોની સાથે આર્કિટેક પણ હાજર હતા. જે લોકો આ બેઠકમાં સામેલ ના થઇ શક્યા તેમને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડવામાં આવ્યા હતા. આ બેઠકની અંદર મસ્જિદ નિર્માણ, હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર, કમ્યુનિટી કિચન અને મ્યુઝિયમ વગેરેની ડિઝાઇન ઉપર પણ મોહર લગાવવામાં આવી.
મસ્જિદને લઈને શિલાન્યાસ કોના હાથમાં હશે ? નિર્માણના ચરણ કઈ રીતે આગળ વધશે ? આ બધા જ મુદ્દાઓ ઉપર બોર્ડ દ્વારા ઘણા હદ સુધી નિર્ણય કરી લીધો છે. પરંતુ તેની જાહેરાત સમય આવવા ઉપર થશે. મસ્જિદના પરિસરમાં મસ્જિદ સને શોધ સંસ્થાન ઉપરાંત મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ, સાર્વજનિક ભોજનાલય અને આધુનિક પુસ્તકાલય પણ બનાવવાની યોજના છે.
ફાઉન્ડેશન પ્રવક્તા અતહર હુસૈનના જણાવ્યા પ્રમાણે 5 એકડ જમીનના મધ્યમાં 300 બેડ વાળી મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલ હશે. આ ઉપરાંત જે મસ્જિદ બની રહી છે તેની અંદર એક સાથે 2 હજાર લોકો નમાજ પઢી શકે તેવી વ્યવસ્થા હશે. આવતા વર્ષે 26 જાન્યુઆરીથી આયોધ્યાના ચૌહદીમાં વસેલા ગામ ધન્નીપુરમાં મસ્જિદ નિર્માણ કાર્ય શરૂ થઈશકે છે.