મનોરંજન

હાલ 35 વર્ષની આયશા ટાકિયાએ 2009માં બીજા ધર્મના બોયફ્રેન્ડ સાથે કર્યા હતા લગ્ન, જુઓ વેડિંગ આલબૉમ…

સલમાન ખાનની બાહોમાં રોમાન્સ કરનારી અભિનેત્રી નેતાને પરણી ગઈ, જુઓ PHOTOS

ફિલ્મ ‘વોન્ટેડ’થી લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી આયશા ટાકિયાએ હાલમાં જ પોતાનો 33 મોં જન્મદિવસ ઉજવ્યો છે. જણાવી દઈએ કે આયશા ટાકિયા ભારતીય ફિલ્મ અભિનેત્રી હોવાની સાથે સાથે એક મૉડલ પણ છે. પુરા દેશમાં તેના લાખો ફૈન છે.

આયશાએ પોતાના અભિનયની સાથે સાથે પોતાની સુંદરતાથી પણ બોલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે.

હાલના સમયે ભલે આયશા બૉલીવુડ ફિલ્મોથી દૂર હોય પણ તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, અને લગાતાર પોતાના ફેન્સ માટે પોતાના પતિ અને દીકરા સાથેની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

Image Source

આયશાનો જન્મ 10 એપ્રિલ 1986 ના રોજ મુંબઈમાં મહારાષ્ટ્રમાં થયો હતો. આયેશાએ પોતાના કેરિયરની શરૂઆત અજય દેવગન સાથેની ફિલ્મ ‘ટાર્ઝન-ધ વન્ડર કાર’થી કરી હતી. જેના માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યુ એવોર્ડ પણ મળી ચુક્યો છે.

Image Source

બોલીવુડમાં આયશા વોન્ટેડ ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે. આયશાએ 1 માર્ચ 2009 ના રોજ મુંબઈમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ સદસ્ય અબુ આજમીના દીકરા અને પોતાના બોયફ્રેન્ડ ફરહાન આજ઼મી સાથે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર બનેંના લગ્નની તસવીરો પણ વાઇરલ થઇ હતી. હાલ તેઓનો એક દીકરો મિખાઇલ આજ઼મી છે.

Image Source

લગ્ન પછી આયેશાએ બોલીવુડમાં કામ કરવાનું છોડી દીધું હતું. લગ્ન પછી આયેશાએ હોંઠની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી જેનાથી તેને ઓળખવી પણ મુશ્કિલ બની ગઈ હતી.

Image Source

આ દરમિયાન આયેશાની એક તસ્વીર પણ વાઇલર થઇ હતી, જેને લઈને યુઝર્સે તેની ખુબ આલોચના કરી હતી, જો કે તેને લઈને કરારો જવાબ આપતા આયશાએ કહ્યું હતું કે,વાઇરલ થયેલી તસ્વીરમાં છેડછાડ કરવામાં આવેલી છે. બોલીવુડની સાથે સાથે આયશા તેલુગ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

Image Source

આયશાએ પોતાનું કેરિયર શાહિદ કપૂર સાથે કૉમ્પ્લેનની જાહેરાતમાં કામ કરીને શરૂ કર્યુ હતું. આજે પણ લોકો તેને ‘કૉમ્પ્લેન ગર્લ’ના નામથી ઓળખે છે. આ સિવાય તેમણે ફાલ્ગુની પાઠકના આલબોમમાં પણ કામ કર્યુ હતુ. ડીજે અકીલ ના આલબૉમમા કામ કર્યા પછી તેને બોલિવુડમાં એન્ટ્રી માટે ટિકિટ મળી હતી.

Image Source

આયશાએ પોતાના લગ્નમાં ક્રીમ રંગનો ડ્રેસ પહેરી રાખ્યો હતો જ્યારે ફરહાને બ્લુ કોટ પહેરી રાખ્યો હતો. બંને એકબીજા સાથે ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.જો કે લગ્ન પછી વર્ષ 2011 માં આયશાની ફિલ્મ પાઠશાળા આવી હતી, જે કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.