સલમાન ખાનની “વોન્ટેડ” અભિનેત્રીએ માસૂમિયતથી ધડકાવ્યુ હતુ લોકોનું દિલ, તમામ સર્જરી બાદ હવે ઓળખવી મુશ્કેલ

એક સમયે આખું ગામ ગાંડુ હતું આની પાછળ, જેની સાથે નિકાહ કર્યા તેના વિશે જાણીને હોંશ ઉડી જશે

બોલિવુડમાં ઘણી એવી ઓછી અભિનેત્રીઓ છે જેમણે ઓછા સમયમાં જ સફળતા હાંસિલ કરી દીધી હોય. પરંતુ અચાનક મળેલ સફળતાને તે સંભાળી શકી ના હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી જ એક અભિનેત્રી છે આયશા ટાકિયા

Image source

વોન્ટેડ, દિલ માંગે મોર, શાદી સે પહેલે, કૈશ, પાઠશાલા અને દે તાલી જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી આયશા ટાકિયા 35 વર્ષની થઇ ચૂકી છે. તે ભલે આજે ફિલ્મોથી દૂર થઇ ગઇ હોય, પરંતુ તે આજે પણ સોશિયલ મીડિયા પર ચાહકોનું મનોરંજન કરતી રહે છે.

Image source

એડ ફિલ્મોને કારણે આયશાને કરિયરનો પહેલો બ્રેક મળ્યો હતો. તે મશહૂર સિંગર ફાલ્ગુની પાઠકના ગીત મેરી ચુનર ઉડ ઉડ જાએના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી. તે બાદ ડીજે અકીલના ગીત શેક ઇટ રેડીમાં તે મોડલ કીથ સીક્વેરા સાથે જોવા મળી હતી.

આ ગીતમાં તેને ઇમ્તિયાઝ અલીએ નોટિસ કરી. ત્યાં સુધી ઇમ્તિયાઝ ટીવી સીરિયલ્સ ડાયરેક્ટ કરી ચૂક્યા હતા અને તેમની પહેલી ફિલ્મ સોચા ના થા બનાવવા જઇ રહ્યા હતા.

Image source

13 વર્ષની ઉંમરે આયશાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો. તેણે ઘણી જાહેરાતોમાં કામ કર્યુ છે. 15 વર્ષની ઉંમરે આયશાને બોલિવુડથી પહેલી ફિલ્મની ઓફર મળી. આ ફિલ્મ હતી સોચા ના થા. મોડલિંગ અને મુયુઝિક આલ્બમમાં આયશાને નોટિસ કરવા લાગ્યા અને તેને ફિલ્મોની ઓફર મળવા લાગી.

Image source

વર્ષ 2006માં તેની ફિલ્મ ડોર રીલિઝ થઇ હતી. જેના માટે તેને ઝી સિને બેસ્ટ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. સલમાન ખાન સાથે ફિલ્મ વોન્ટેડ આયશાની સૌથી સફળ ફિલ્મ હતી.

વર્ષ 2020 સુધી આયશાના અત્યાર સુધીના લુકમાં ઘણો બદલાવ આવી ગયો. ખબર અનુસાર આયશાએ લીપ્સ, જો લાઇન, આઇબ્રો અને ફોરહે઼ની સર્જરી કરાવી હતી. તેણે 23 વર્ષની ઉંમરે સપા નેતા અબુ આઝમીના દીકરા ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા. ફરહાનની હમસફર બનવા તેણે તેનો ધર્મ બદલી લીધો.

તમને જણાવી દઇએ કે, આયશા અને ફરહાનનો એક દીકરો મિકેલ આઝમી છે. લગ્ન બાદ આયશા ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઇ. પરંતુ તેની તસવીરો જોઇ હવે તેને ઓળખવી મુશ્કેલ છે. તેનો લુક પહેલા કરતા ઘણો બદલાઇ ચૂક્યો છે. આયશા તેની સર્જરીને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી રહે છે.

ફિલ્મ ‘વોન્ટેડ’થી લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી આયશા ટાકિયાએ હાલમાં જ પોતાનો 33 મોં જન્મદિવસ ઉજવ્યો છે. જણાવી દઈએ કે આયશા ટાકિયા ભારતીય ફિલ્મ અભિનેત્રી હોવાની સાથે સાથે એક મૉડલ પણ છે.

હાલના સમયે ભલે આયશા બૉલીવુડ ફિલ્મોથી દૂર હોય પણ તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, અને લગાતાર પોતાના ફેન્સ માટે પોતાના પતિ અને દીકરા સાથેની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

પુરા દેશમાં તેના લાખો ફૈન છે. આયશાએ પોતાના અભિનયની સાથે સાથે પોતાની સુંદરતાથી પણ બોલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. અભિનેતા સલમાન ખાન બોલીવુડનો દિગ્ગજ અભિનેતા છે.

તેને એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. આજે તે 54 વર્ષની ઉંમરે પણ કુંવારો છે અને આજે પણ ઇન્ડસ્ટ્રીમાં તેની મજબૂત પકડ જોવા મળે છે. સલમાન ખાનની એક ખુબ જ હિટ રહેલી ફિલ્મ “વોન્ટેડ”ને રિલીઝ થયે આજે 11 વર્ષ પૂર્ણ થઇ ગયા છે.

આ ફિલ્મને ડાન્સર પ્રભુદેવા દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. દર્શકોએ પણ આ ફિલ્મને ખુબ જ પસંદ કરી હતી. અભિનેતા સલમાન ખાનનું નામ અલગ અલગ અભિનેત્રીઓ સાથે જોડાતું આવ્યું છે. હાલ તેનું નામ જેકલીન ફર્નાન્ડિઝ સાથે જોડાઈ રહ્યું છે. સલમાનની મોટાભાગની ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોડનારી અભિનેત્રીઓ સાથે તેનું નામ જોડાતું રહ્યું છે. પરંતુ હજુ પણ સલામન કુંવારો છે. તેને જીવનભર સાથ આપી શકે તેવું કોઈ મળ્યું નથી.

Shah Jina