મનોરંજન

11 વર્ષ પહેલા પોલિટિશિયની વહુ બની સલમાન ખાનની હોટ ફિગર વાળી હિરોઈન, ફિલ્મ છોડી બાળકોની પરવરીશ કરે છે

સલમાન ખાનની હિરોઈન આયેશા ફરહાન આઝમીને પરણી ગઈ, જુઓ કેટલા બાળકોને જન્મ આપ્યો

વોન્ટેડ, દિલ માંગે મોર ,શાદી નંબર-1, શાદી સે પહેલે, કૈશ, પાઠશાળા, દે તાલિ જેવી ફિલ્મોમાં નજરે આવી ચુકેલી આયેશા ટાકિયાનો જન્મ 10 એપ્રિલ 1985 મુંબઈમાં થયો હતો.

Image Source

આયેશાએ ફક્ત ચાર વર્ષની ઉંમરમાં જ મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આયેશાને ફાલ્ગુની પાઠકના આલ્બમ ગીત ‘મેરી ચુનર ઉડ-ઉડ જાયે’થી જાણીતી થઇ હતી. ‘મેરી ચુનર ઉડ-ઉડ જાયે’ બાદ આયેશા ટાકિયા બાદમાં એક વિડીયો ‘શેક ઈટ ડૈડી’માં નજરે આવી હતી. આ બાદ તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી સરાહના મળી હતી.

Image Source

આયશા ટાકિયાની પહેલી ફિલ્મ ‘ટારઝન ધ વન્ડર કાર’હતી. આ માટે આયેશાને ફિલ્મ ફેર બેસ્ટ ડેબ્યુએક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. 2006માં તેની ફિલ્મ ‘ ડોર’ રિલીઝ થઇ હતી.

જે માટે આયેશાને એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. સલમાન ખાન સાથેની ફિલ્મ ‘વોન્ટેડ’ આયેશાની સૌથી સફળ ફિલ્મ હતી. આયેશા છેલ્લે 2011માં આવેલી ફિલ્મ મોડઆ નજરે આવી હતી. આયેશાની માતા ગુજરાતી હતી જયારે તેના પિતા મુસ્લિમ હતા. આયેશાએ 2009માં બિઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દીકરો પણ છે.

આયેશાએ2009માં રેસ્ટોરન્ટ માલિક અને સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. સાથે બંનેના લગ્ન મુસ્લિમ રીત-રિવાજો સાથે થયા હતા. આ દંપતીનો 7 વર્ષનો પુત્ર છે જેનું નામ મિકેઇલ છે. આયેશા તેના ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર પુત્ર સાથે ફોટા પોસ્ટ કરે છે.લગ્નના ચાર વર્ષ બાદ આયેશાએ 6 ડિસેમ્બર 2013ના દીકરા મિકાઈલને જન્મ આપ્યો હતો.

આયેશાની ફિલ્મ ‘વોન્ટેડ’ તેના લગ્ન પછી જ બનાવવામાં આવી હતી. આયેશાને ટોલીવુડની ફિલ્મ ‘સુપર’ માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ જીત્યો છે. તે નાના પડદા પર ટીવી રિયાલિટી શો ‘સુરક્ષેત્ર’ હોસ્ટ કરતી પણ જોવા મળી હતી.

ફિલ્મ ‘ડોર’ પછી આયેશાને બહુ ઓછી ફિલ્મો મળી. આ કારણ છે કે તે આ ફિલ્મમાં તે ઇન્ટિમેટ સીન આપવાની વિરુદ્ધમાં હતી. આયેશા ફિલ્મોમાં માત્ર અર્થપૂર્ણ પાત્ર જ કરવા માંગતી હતી. તેને અર્થ વિના મોહક પાત્ર ભજવવું ગમતું નથી.

આયેશા ટાકિયાએ ખુશીથી ફિલ્મી કારકિર્દી છોડી દીધી હતી. હાલ તે તેના પતિ સાથે તેનો બિઝનેસમાં જોડાઈ ગઈ છે.આયેશા ગોવામાં બુટિક હોટલની ડિઝાઇનિંગનું સંભાળી રહી છે.

મીડિયામાં અવારનવાર એવા અહેવાલો આવી રહ્યા છે કે તેઓએ સિલિકોન ઇમ્પ્લાન્ટ કરીને કદમાં બ્રેસ્ટ સાઈઝમાં વધારો કર્યો છે. આ સાથે જ તેમણે હોઠની સર્જરી પણ કરાવી છે. જો કે, એક મુલાકાતમાં તેમણે હોઠની સર્જરીને ખોટા સમાચાર ગણાવ્યા.

આયેશાએ જણાવ્યું હતું કે, મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી. સામે આવેલી તસ્વીર ફોટોશોપની છે. નાનો છે. પરંતુ તસ્વીરમાં ચહેરો મોટો જોવા મળી રહ્યો છે.