સાનિયા મિર્ઝા-શોએબ મલિકના તલાખ વચ્ચે રૂમર્ડ ગર્લફ્રેન્ડ આયશા ઓમરે કર્યો ધાકો, બોલી- હું શોએબની ઘણી…

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાની ખબરો છેલ્લા ઘણા દિવસોથી મીડિયામાં ચાલી રહી છે. રીપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યુ છે કે આ સ્ટાર કપલ અલગ થઇ ચૂક્યુ છે અને જલ્દી જ ઓફિશિયલી એલાન કરી શકે છે. આ બંનેના લગ્ન તૂટવા પાછળનું કારણ પાકિસ્તાની અભિનેત્રી અને મોડલ આયશા ઓમરને જણાવવામાં આવી રહ્યુ છે. તે બાદ સોશિયલ મીડિયા યુઝર્સે આયશાને ઘણી લતાડ પણ લગાવી.

હવે આ બધી ખબરો વચ્ચે પહેલીવાર આયશાએ રિએક્ટ કર્યુ છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે આયશાને પૂછ્યુ કે શોએબ સાથે લગ્ન કરવાની પ્લાનિંગ કરી રહી છે. આના પર આયશાએ જવાબ આપ્યો કે, જી નહિ, તેના લગ્ન થઇ ગયા છે અને તે તેની પત્ની સાથે ઘણા ખુશ છે. હું શોએબ અને સાનિયા મિર્ઝા બંનેની ઘણી રિસ્પેક્ટ કરુ છું. હું અને શોએબ સારા મિત્ર છીએ. એકબીજાની રિસ્પેક્ટ કરીએ છીએ, લોકોના આવા રિલેશન પણ હોય છે દુનિયામાં.

તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર યુઝર્સે આયશાને કહ્યુ હતુ કે, આ જેવું કેરેક્ટર રીલ લાઇફમાં પ્લે કરે છે, તેવું જ રિયલ લાઇફમાં કરી રહી છે. રીપોર્ટ્સનું માનીએ તો શોએબના જીવનમાં જ્યારથી પાકિસ્તાની મોડલ આયશા ઓમર આવી છે, ત્યારથી સાનિયા અને તેના વચ્ચે દરાર આવી છે. શોએબ અને આયશાને ઘણીવાર સાથે જોવામાં આલ્યા છે.

જ્યારથી સાનિયા સાથે ક્રિકેટરના છૂટાછેડાની ખબર આવી છે, તે બાદથી શોએબ અને આયશાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.આ ફોટોશૂટ બંનેએ એક વર્ષ પહેલા કરાવ્યું હતું. આ ફોટોશૂટ બાદ શોએબે એક ઈન્ટરવ્યુમાં આયશાના વખાણ પણ કર્યા હતા. શોએબે કહ્યું હતું કે શૂટ દરમિયાન આયશાએ તેને ઘણી મદદ કરી હતી.

Shah Jina