અમદાવાદના વટવાની આઈશાના આત્મહત્યા કેસમાં તેના પતિ આરિફ ખાનના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે, આરિફ અને તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી હોવા છતાં પણ આઈશાના પરિવાર પાસે અવારનવાર પૈસાની માગણી કરતો હતો. આરિફનો પરિવાર ઝાલોરના પોશ વિસ્તારમાં ભવ્ય મકાન અને ચાર દુકાન ધરાવે છે.

આઇશાના પતિ આરીફ સામે દેશભરના લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ સાથે જ દહેજના દુષણને ડામી દેવા માટે પણ લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. સતત દહેજ, શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે આઇશાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આરિફ ખાનના પિતા ઝાલોરના પોશ ગણાતા વિસ્તારમાં મોટું મકાન ધરાવે છે સાથે તેમની માલિકીની 4 દુકાનો પણ છે જે ભાડે આપી છે. આ મિલકતમાંથી તેઓ મહિને 50 હજાર જેટલી આવક મેળવે છે. બીજી તરફ આરિફ ખાન અને તેના પિતા બાબુખાન માઇનિંગ ફેક્ટરીમાં નોકરી કરી સારો એવો પગાર મેળવે છે તેમ છતાં તેઓ આયશાને અવારનવાર પિયરમાંથી પૈસા લઈ આવવા માટે દબાણ કરી ત્રાસ આપતા હતા.

આઇશાના પિતાએ કહ્યું કે, તેમણે પોતાના દીકરાઓ માટે મકાન બનાવવા પૈસા ભેગા કર્યા હતા, પરંતુ આઇશાના પતિએ પૈસાની માગણી કરતા તેમણે તેને દોઢ લાખ રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ પણ અવારનવાર આઇશા પાસે તેનો પતિ પૈસા માગતો હતો.
અમદાવાદના ચકચારી આઇશા આપઘાત કેસમાં પતિ આરીફને અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કેસમાં આસિફ નામના યુવકનું નામ સામે આવ્યું હતું. આરીફ આઇશાના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ આપતો હતો. આસિફ આઈશાના મામાનો દીકરો છે. બાળકને લઈને પણ આઇશા પર આરીફે આક્ષેપ કર્યા છે. પતિ આક્ષેપ લગાવતો હતો કે, આઇશાના પેટમાં તેનું નહીં, પરંતુ આસિફનું બાળક છે.
પોલીસે આરીફના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટમાં પોલીસે રજુઆત કરી હતી કે, આરોપીનો ફોન રિકવર કરવાનો બાકી છે અને આપઘાત કર્યાના દિવસથી કોને કોને મળ્યો હતો, કોને કોને વીડિયો વાયરલ કર્યો હતો તે અંગે જાણકારી મેળવવાની છે. જેના માટે કોર્ટે, દલીલો ગ્રાહ્ય રાખી ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
આઇશાએ શેર કરેલા વીડિયો અને ઓડિયોનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ પુરાવાઓમાં તેને આરીફ દ્વારા આત્મહત્યા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોય અને દહેજ માટે ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આઇશાના આપઘાતથી આખો પરિવાર આઘાતમાં છે. મૃતક આઇશાની મોટી બહેન પિંકીને આઘાત લાગતા બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. જેથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
25 ફેબ્રુઆરીએ વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા નામની યુવતીએ હસતાં-હસતાં પોતાની દિલની વાત કરી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. માતા-પિતા સાથે યુવતીની અંતિમ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ હૃદયદ્રાવક છે.
જુઓ આપઘાત પહેલાની વાતચીતનો વીડિયો :-
Even it needed a big heart to listen this conversation. 💔#AyeshaSuicideCase https://t.co/eN4ZKDTyY9
— Farhan Shabbir 🍁 (@extroverterr) March 2, 2021