બ્રહ્માસ્ત્રમાં રણબીરે મંદિરમાં જતી વખતે પહેર્યા જૂતા તો લોકો કરી રહ્યા હતા ટ્રોલ, હવે ડાયરેક્ટર આયન મુખર્જીએ કર્યો મોટો ખુલાસો

બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝથયા બાદથી ચાહકો આ ફિલ્મ જોવા માટે ખુબ ઉત્સાહિત છે. થોડા દિવસ પહેલા જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું જેને જોયા બાદ નેટીજન્સ તેના વખાણ કરતા થાકતા નથી. તેની સાથે આ ફિલ્મના સીનને લઈને વિવાદ પણ થયો છે.

સોશિયલ મીડિયા પર ટ્રેલરને લઈને રણબીરને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. ટ્રેલરમાં રણબીરને એક સીન માટે ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ સીનમાં રણબીર એક મંદિરમાં જૂતા પહેરેલ નજર આવી આવી રહ્યો છે. આ સીનને લઈને નિર્દેશક અને અભિનેતાને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

તેવામાં આ દિવસોમાં ફિલ્મ ડાયરેક્ટર અયાન મુખર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટ કર્યું છે કે રણબીરે મંદિરના સીનમાં જૂતા કેમ પહેર્યા છે. સાથે જ તેમણે ચાહકોને એ પણ કહ્યું કે હવે ટ્રેલર 4Kમાં પણ રિલીઝ કરવામાં આવ્યું છે. અયાન મુખર્જીએ પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે કેટલાક લોકો હતા જે અમારા ટ્રેલરમાં એક શોટના કારણે હેરાન હતા.

રણબીરનું કિરદાર જૂતા પહેરેલું છે. આ ફિલ્મના નિર્માતાના સ્વરૂપે હું કહેવા માંગુ છું કે અમારી ફિલ્મમાં રણબીર મંદિરમાં નહિ પરંતુ દુર્ગા પૂજા પંડાલમાં પ્રવેશ કરી રહ્યો છે. મારા પોતાનો પરિવાર આવી જ રીતે દુર્ગા પૂજા સમારોહનું આયોજન 75 વર્ષોથી કરતા આવી રહ્યા છીએ. હું બાળપણમાં તેનો હિસ્સો રહી ચુક્યો છું. મારા અનુભવમાં અમે ખાલી દેવીના મંચ પર જતા પહેલા જ જૂતા ઉતારતા હોઈએ છીએ ના કે પંડાલમાં પ્રવેશ કરતા સમયે.

આયાને આગળ કહ્યું કે મારા માટે દરેક માણસ સુધી પહોંચવું ખાસ છે કેમ કે સૌથી ઉપર બ્રહ્માસ્ત્ર એક ફિલિંગ છે જે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસનું સન્માન કરતા જશ્ન મનાવે છે. આ જ કારણ છે કે મેં આ ફિલ્મ બનાવી છે. એટલા માટે મારા માટે આ ખુબ જ મહત્વપૂર્ણ છે કે આ ભાવના દરેક ઇન્ડિયન સુધી પહોંચે જે બ્રહ્માસ્ત્ર જોઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

જણાવી દઈએ કે ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સિવાય નાગાર્જુન, મૌની રોય અને અમિતાભ બચ્ચન પણ મુખ્યુ ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Patel Meet