હેલ્થ

જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ વસ્તુને રાતે કહો બાય…બાય

આજે જંક ફૂડના કારણે લોકોમાં વજન વધવાની સમસ્યામાં વધારો થાય છે. વજન વધવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો તમે પણ વજન ઘટાડવા ઇચ્છતા હોય તો તેના માટે સંતુલિત ભોજન બેહદ જરૂરી છે.

વજન ઓછું કરવા માટે જમવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે કે, શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. એટલું જ નહીં ક્યાં સમયે કંઈ વસ્તુ ક્યારે ખાવી જોઈએ તેના પર પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

જો તમે વજન ઘટાડવા માંગો છો તો નીચેની વસ્તુનું ખાસ ધ્યાન રાખો.

કોર્નફ્લેક્સ

Image Source
કોર્નફ્લેક્સમાં વધારે માત્રામાં ખાંડ હોય છે. જેના કારણે રાતે કોર્નફ્લેક્સનું સેવન કરવાથી તમને ઊંઘ નહીં આવે અને તેના કારણે માથાના દુખાવાની સમસ્યા રહે છે.

ફ્રૂટ જ્યુસ

Image Source
જો તમારે ઘરે જ્યુસર હોય તો ઘરે જ જ્યુસ બનાવો. કારણકે બજારમાં જે ફ્રૂટ જ્યુસ ઉપલબ્ધ હોય છે તેમાં સોડા જેટલી જ ખાંડ હોય છે. બહારના જ્યુસમાં ફળોમાંથી મળનારા ફાઈબર અને અન્ય પોષક તત્વ પણ ગાયબ હોય છે. ત્યારે રાતે ફ્રૂટ જ્યૂસનું સેવન કરવું જોઈએ.

પીઝા

Image Source
આજે બધા જ લોકોને પીઝા બેહદ લોકપ્રિય છે. પરંતુ રાતે પીઝા ખાતા પહેલા ધ્યાન રાખવી જોઈએ. પીઝામાં ચીજનું પ્રણામ વધારે હોય છે. તો સોસમાં ખાંડનું પ્રમાણ અને લોટમાં રિફાઇન કાર્બ્સ હોય છે. આ બધા જ વજન વધારામાં અગત્યનું પરિબળ છે. તો નોન વેજ પીઝામાં ઉપરથી પ્રોસેસ્ડ મીટ સાર્થે ટ્રાન્સ ફેટ પણ ઉમેરવામાં આવે છે. રાતે પિઝાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

નટ્સ

Image Source
બદામ, અખરોટ, કાજુ અને પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે બેહદ લાભદાયક હોય છે. તેમાં વધારે કેલેરી મેળવવામાં આવે છે. સૂવાથી વધારે કોઈ પ્રવૃત્તિ નથી થતી. ઉર્જા માટે કેલેરીનો ઉપયોગ નથી થતો. તે ફેટના સ્વરૂપમાં જમા થાય છે. ત્યારે સુતા પહેલા નટ્સનું સેવન ટાળવું જોઈએ.

ચોકલેટ

Image Source
સામાન્ય રીતે જોવા જઈએ તો ચોકલેટમાં ઘણા લાભ હોય છે. તેમાં ખાંડ અને ફેટનું પ્રમાણ વધારે હોય છે. રાતે સુતા પહેલા ચોકલેટનું સેવન ટાળવું જોઈએ. જણાવી દઈએ કે, બજારમાં મળનારી ચોકલેટ ખાવાથી એક જ સમયમાં વધુ કેલેરી મળે છે.

આઈસ્ક્રીમ

Image Source
રાતે સુતા પહેલા આઈસ્ક્રીમનું સેવન ટાળવું જોઈએ. બજારમાં મળનારા આઈસ્ક્રીમમાં બહુજ વધારે માત્રામાં ફેટ અને આર્ટિફિશિયલ સુગર હોય છે. તે તમને વધુ માત્રામાં કેલેરી આપે છે. તમે આઇસ્ક્રીમનું સેવન ટાળી શકો છો પરંતુ તેના એક સર્વમાં 15 ગ્રામથી ઓછી ખાંડ હોય.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.