હેલ્થ

કોરોનાથી બચવા માટે મે મહિનામાં શરૂ કરો આ 5 ચીજોનું સેવન, બીમારી થશે દૂર

કોરોના વાયરસએ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કેસમાં સતત વધારો ચિંતાનો વિષય બન્યો છે. માનવામાં આવી રહ્યું હતું કે, ગરમી શરૂ થતા જ કોરોનાનું સંક્ર્મણ ઓછું થશે પરંતુ આવું થયું ના હતું. કોરોનાનો કહેર વધતો જ જાય છે. કોરોનાને રોકવા માટે કોઈ દવા બનાવવામાં આવી નથી. પરંતુ આ મહામારીથી તમે ખુદને બચાવી શકો છો.

Image Source

મે મહિનાની ગરમી શરૂ થઇ ગઈ છે. કોરોના વાયરસનો ખૌફ હજુ પણ જોવા મળી રહ્યા છે. આ ઋતુમાં બીમારીથી બચવા માટે શરીરને હાઈડ્રેટ કરવું એ સૌથી મોટી મુશ્કેલી છે. આ મહિને તમારે વિટામિન અને ન્યુટ્રીશ્યનથી ભરપૂર ચીજો ડાયેટમાં શામેલ કરવી જોઈએ.

ઉનાળામાં તરબૂચને કોઈ ચમત્કારી દવા કરતા ઓછું માનવામાં આવતું નથી. તરબૂચને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તે તમારા શરીરને કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, હ્રદયરોગ, સામાન્ય શરદી અને ફ્લૂ જેવા ઘણાં ગંભીર રોગોથી રક્ષણ આપે છે.

Image Source

ઉનાળામાં તમારા આહારમાં લીંબુ અને પુદીનાનો સમાવેશ કરવો જોઇએ. તે માત્ર શરીરમાં લીવર ક્લીંઝરનું કામ કરે છે. પરંતુ મેટાબોલિઝમ સિસ્ટમ જાળવવામાં પણ અસરકારક છે.

કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી અને વિટામિન એ ધરાવતી દૂધી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને જડમૂળથી દૂર કરવા માટે અસરકારક છે. મેદસ્વીપણાથી સંઘર્ષ કરી રહેલા લોકો માટે દૂધી વરદાનથી ઓછું નથી. દરરોજ એક ગ્લાસ દૂધીનો રસ લોહીને શુદ્ધ કરે છે.

ઉનાળામાં દિવસ દરમિયાન તરબૂચ ખાવ અથવા તેનો રસ પીવો. તરબૂચમાં લગભગ 90 ટકા પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને ત્વચાને ઓક્સિડેટીવ સ્ટ્રેસ ત્વચાથી સુરક્ષિત રાખે છે.

Image Source

હાલની લાઈફ સ્ટાઇલને કારણે આહારમાંથી ઘણી તંદુરસ્ત ચીજોને બાકાત રાખવામાં આવી છે. ફાઈબરથી ભરપુર જવનું પાણી શરીર માટે અત્યંત ફાયદાકારક છે.

ઘણીવાર લોકોને ઉનાળામાં ઇંડા ન ખાવાની સલાહ આપવામાં આવે છે. લોકો કહે છે કે તેનાથી શરીરની ગરમી વધે છે. આવી વાતો પર વિશ્વાસ કરવાને બદલે વૈજ્ઞાનિક કારણો સમજો. ઇંડાને બે ભાગોમાં વહેંચવામાં આવે છે. સફેદ ઇંડા અને યોક.

Image Source

ઉનાળામાં ત્રણ વખત ગરમ ભોજન સાથે કચુંબર ઉમેરીને તમે સ્વસ્થ અને ફિટ રહી શકો છો. સલાડમાં કાકડીઓ સિવાય તુલસીના પાન, ફુદીનો અને કાળા મરી જેવી ચીજો આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.