હેન્ડવોશની જાહેરાતથી ફેમસ થયેલી અભિનેત્રી અવનીત કૌર દેખાય છે ખુબ જ ગ્લેમરસ, જુઓ PHOTOS

આટલી હોટ થઇ ગઈ છે ‘બંટી તેરા સાબુન…’ વાળી આ સુંદર હિરોઈન…7 PHOTOS જોઈને દિલ ખુશ થઇ જશે

વર્ષો પહેલા તમારે ટીવી પર હેન્ડવોશની જાહેરાત ‘બંટી’ને સમજાવતી સુંદર છોકરી તમને યાદ જ હશે આજે પણ ‘બંટી તેરા સાબુ સ્લો હૈ ક્યા?’ તે લાઈનનો ઉપયોગ લોકો વાતોમાં કરતા હોય છે. આ ડાયલોગ બોલનાર સુંદર છોકરી હવે બોલ્ડ ઇન્ટરનેટ સેન્સેશન અને ટીવી અભિનેત્રી બની ગઈ છે. અભિનેત્રી અવનીત કૌર જેની ક્યુટનેસ પછી હવે તેની હોટનેસ હેડલાઇન્સમાં છે.

ટીવી અભિનેત્રી અવનીત કૌર અવારનવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ માટે હેડલાઇન્સમાં રહે છે. 19 વર્ષીય અવનીત માત્ર અભિનયમાં જ અદ્ભુત નથી પણ તેની ફેશન સેન્સના લીધે પણ ચર્ચામાં રહેતી હોય છે. અવનીતે તેના ઘણા ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને દર વખતે તે તેના લુકથી ચાહકોનું દિલ જીતી લેતી હોય છે.

અવનીત કૌર કેઝ્યુઅલથી સ્ટાઇલિશ, એથનિક અને ગ્લેમરસ દરેક લુકમાં અમેઝિંગ લાગે છે. તેમજ અવનીત જે રીતે પોઝ આપવાની રીત અને એક્પ્રેશન હંમેશા જોનારને સ્પર્શી જાય છે. આ દિવસોમાં તે તેના બ્લેક આઉટફિટમાં કરવામાં આવેલા ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે.

અવનીત કૌર તેના મ્યુઝિક વીડિયો માટે પણ જાણીતી છે. અવનીતે અત્યાર સુધીમાં 20થી વધુ મ્યુઝિક વીડિયોમાં કામ કરેલું છે. આ બધામાં તેને એક કરતા વધારે આઉટફિટ અને લુકમાં જોવા મળી છે. ક્યારેક તે બંજારન અને ક્યારેક પંજાબી કુડી તરીકે જોવામાં આવે છે.

અવનીત કૌરની કારકિર્દીની વાત કરીએ તો તેણે ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ સાથે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. ત્યારે તેની ઉમર 8 વર્ષની હતી. તેણે આ શોમાં શાનદાર કામ કર્યું હતું. જોકે તે સેમિફાઇનલ પહેલા બહાર થઇ ગઇ હતી. આ પછી અવનીત રિયાલિટી શો ડાન્સ કે સુપરસ્ટાર્સમાં જોવા મળી હતી.

અવનીત કૌરે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ‘લાઈફ ઓકે’ ધારાવાહિક મેરી માથી કરી હતી. 2012માં આવેલ આ ધારાવાહિકમાં તે ઝિલમીલના રોલમાં જોવા મળી હતી. આ પછી તે ધારાવાહિક ‘ટેધા હૈ પર મેરા હૈ’માં જોવા મળી હતી. તે રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ જોવા મળી હતી.

આ સિવાય અવનીત કૌરે એક મુઠી આસમાન, હમારી સિસ્ટર દીદી, ચંદ્રનંદિની ઔર અલાદ્દીન: નામ તો સુના હોગા જેવા સિરિયલોમાં કામ કર્યું હતું. ધારાવાહિક અલાદ્દીનમાં સિદ્ધાર્થ નિગમ સાથે અવનીત કૌરની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને અફવાઓ હતી કે બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

Patel Meet