અવનીત કૌરે કરાવ્યુ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ, તાપમાનનો પારો ચડાવી દીધો, શું હોટ ફિગર છે, ઘુરી ઘૂરીને જોવા માંડશો
Avneet Kaur goes bold in green dress: ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી પોતાની અલગ ઓળખ બનાવનાર અવનીત કૌર અવાર નવાર ચર્ચામાં રહે છે, પોતાની અદભૂત સુંદરતા અને જબરદસ્ત અભિનયના કારણે તેણે માત્ર 21 વર્ષની ઉંમરે જ તેણે તેના ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. અવનીતે ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી બાળ કલાકાર તરીકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.
અવનીત એક ફેશનિસ્ટા પણ છે, જે તેના અદભૂત અને હોટ લુક માટે હેડલાઇન્સમાં રહે છે. ત્યારે હાલમાં જ તેણે એક ફોટોશૂટ કરાવ્યુ છે, જે ખૂબ જ બોલ્ડ છે અને તેને કારણે તે હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જો કે આ માટે તે ટ્રોલર્સના નિશાના પર પણ આવી ગઈ છે. તાજેતરમાં જ અવનીત કૌરે ‘GQ બેસ્ટ ડ્રેસ્ડ 2023’ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને તેના સુપર-હોટ લુકથી ધમાલ મચાવી દીધી હતી.
9 સપ્ટેમ્બર 2023એ તેણે તેના ઇન્સ્ટા હેન્ડલ પર કેટલાક હોટ ફોટા શેર કર્યા હતા અને તેના સેક્સી દેખાવથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા. તેણે ફ્રન્ટ કટ-આઉટ અને થાઇ હાઇ સ્લિટ ગ્રીન ગાઉન પહેર્યુ હતુ. જેમાં હોલ્ટર નેક ડિટેલિંગ હતી. અવનીતે તેના આઉટફિટ સાથે ટ્રાન્સપરન્ટ સ્ટ્રેપ સાથે હાઈ હીલ્સ પણ પહેરી હતી. અવનીતે આ લુકમાં એવા એવા પોઝ આપ્યા હતા કે ચાહકોની આંખો પણ ચાર થઇ ગઇ હતી.
અભિનેત્રી ‘સાઇડ બૂબ’ ટ્રેન્ડને ફોલો કરતી જોવા મળી હતી. અવનીત કૌર તેના લેટેસ્ટ અવતારમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. તેના ચાહકોને તો તેનો લુક ગમ્યો પણ નેટીઝન્સને તેને ટ્રોલ કરી દીધી. એક યુઝરે કહ્યું, “બોલિવૂડમાં આવતા જ કપડાં ઓછા થઈ ગયા.” જ્યારે બીજાએ લખ્યું, ‘હું જૂની અવનીત કૌરને યાદ કરું છું.. હું આ નવી અશ્લીલ કૌરને ખરેખર નફરત કરું છું.’
અવનીત કૌર જ્યારથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આવી છે ત્યારથી તે હેડલાઈન્સમાં છે. તેની અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો, અવનીત કૌરે તાજેતરમાં જ ‘ટીકુ વેડ્સ શેરુ’થી નવાઝુદ્દીન સિદ્દીકી સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. તે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ ચેમ્પ’માં પણ સ્પર્ધક હતી. અવનીતે ‘ડાન્સ સુપરસ્ટાર’, ‘મેરી મા’, ‘ઝલક દિખલા જા’, ‘સાવિત્રી’, ‘એક મુઠ્ઠી આસમાન’ સહિત બીજા ઘણા શો કર્યા છે.
અવનીત કૌર મનોરંજન જગતની જાણીતી અભિનેત્રી છે, અને તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મોટી છે. જણાવી દઈએ કે અવનીત કૌર માત્ર 21 વર્ષની છે. આટલી નાની ઉંમરમાં અભિનેત્રીએ ઘણી હિટ ટીવી સિરિયલો આપી છે અને હવે તેની નજર બોલિવૂડ પર ટકેલી છે.