અવનીત કૌરે બ્લેક મોનોકિની પહેરી સ્વિમિંગ પુલમાં કર્યો બ્રેકફાસ્ટ, ચાહકોએ કહ્યુ- હે ભગવાન

20 વર્ષની ઉંમરે અવનીત કૌરે ફરી વરસાવ્યો કહેર, તસવીરો જોઇ આંખો રહી જશે ખુલ્લી

ઈન્ટરનેટ સેન્સેશન અને એક્ટ્રેસ અવનીત કૌર ઈન્ટરનેટ પર તેના લુક્સ અને તસવીરોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. તેની બોલ્ડ તસવીરો દરરોજ ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે. ચાહકો પણ તેની તસવીરો અને વીડિયો પર ઘણો પ્રેમ વરસાવે છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપે છે. તમને જણાવી દઈએ કે અવનીત કૌર આ દિવસોમાં વેકેશન પર છે. છેલ્લા ઘણા દિવસોથી તે સતત હોલિડેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે. બુધવારે અવનીત કૌરે પુલમાં બ્રેકફાસ્ટ વાળી તસવીરો શેર કરી હતી.

આ તસવીરો શેર કરતા અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન લખ્યું, “બ્રેકફાસ્ટ ઇન બેડ ના, બ્રેકફાસ્ટ ઇન પૂલ.” આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ હોટ લાગી રહી છે. તેણે બ્લેક મોનોકિની પહેરી છે. અને માથામાં બ્લેક સ્કાર્ફ બાંધ્યો છે. અવનીત કૌરે પોતાની સુપર સિઝલિંગ તસવીરોથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. બિકી ફોટાઓથી ચાહકોને ઘાયલ કર્યા પછી અવનીતે બ્લેક મોનોકિનીમાં ગ્લેમરસ તસવીરો શેર કરીને ફરી એકવાર ચાહકોના દિલ જીતી લીધા છે.

માલદીવના વેકેશનની નવી તસવીરોમાં અવનીત કૌર દિવા જેવી લાગી રહી છે. બ્લેક કટઆઉટ મોનોકિનીમાં અવનીતની સ્ટાઇલ અને સ્વેગ બધાથી ઉપર છે. અભિનેત્રીના ચહેરા પરનું સ્મિત જણાવી રહ્યું છે કે તે વેકેશનનો કેટલો આનંદ માણી રહી છે. અવનીતે માલદીવમાં ફ્લોટિંગ બ્રેકફાસ્ટ પણ માણ્યો છે. પૂલમાં બ્લેક મોનોકિની પહેરી અવનીત ફ્લોટિંગ બ્રેકફાસ્ટ સાથે કિલર પોઝ આપી રહી છે.

તેની તસવીર પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “તમે હોટેસ્ટ ગર્લ છો”. ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, “તમે માત્ર સુંદરતાના પ્રતિક છો.” ઉલ્લેખનીય છે કે અવનીત કૌરે ઝી ટીવીના ડાન્સ શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જ્યાં તે સેમિફાઈનલમાં બહાર થઈ ગઈ હતી. આ પછી તેણે બીજા ડાન્સ શોમાં ભાગ લીધો. તેણે લાઇફ ઓકેની સીરિયલ ‘મેરી મા’ સાથે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

તે ઝલક દિખલા જા 5, સાવિત્રી, એક મુઠ્ઠી આકાશ, હમારી બહેન દીદી, ચંદ્ર નંદિની, અલાદ્દીન – નામ તો સુના હોગા જેવી ઘણી સિરિયલોમાં પણ જોવા મળી છે. તેણે ઘણી ફિલ્મોમાં કેમિયો અને નાના રોલ પણ કર્યા છે. હાલમાં જ તેણે લીડ અભિનેત્રી તરીકેની તેની પહેલી ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’નું શૂટિંગ પૂરું કર્યું છે.

Shah Jina