ઇન્ટરનેટ સેંસેશન અને અભિનેત્રી અવનીત કૌર પોતાના ગ્લેમરસ અને બોલ્ડ અવતારથી હંમેશા ચાહકોને પોતાના દીવાના બનાવતી રહે છે. અવનીત હિંદી ટીવી અને ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સૌથી ખૂબસુરત અને બોલ્ડ ડીવામાંથી એક છે. અભિનેત્રી માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. તે ત્યાંથી તેની ઘણી બિકી તસવીરો પણ શેર કરી રહી છે. ત્યારે તેણે હાલમાં જ કેટલાક દિવસ પહેલા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બિકી પહેરી ડાન્સ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
પોતાની દિલકશ અદાઓથી બધાને દીવાના બનાવનાર અવનીત કૌર હોટનેસનો તડકો લગાવવામાં ક્યારેય પાછળ નથી રહેતી. ચાહકો તે તેની બોલ્ડ અદાઓના દીવાના છે. મશહૂર ટીવી અભિનેત્રીએ ગરમીમાં બિકી તસવીર અને વીડિયો શેર કરી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે. 20 વર્ષની અવનીત આ સમયે માલદીવમાં મોજ કરી રહી છે. તે માલદીવ જઇ એટલી બોલ્ડ થઇ ગઇ છે કે તેને જોઇ લોકોનો પરસેવો છૂટી રહ્યો છે.
View this post on Instagram
અવનીતે જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે ઓરેન્જ બિકીમાં ડાંસ મૂવ્સ કરતી નજર આવી રહી છે. બિકી સાથે તેણે બ્લૂ પ્રિન્ટેડ ફેબ્રિકને સ્કર્ટ સ્ટાઇલમાં બાંધેલુ છે. ડાન્સર અને એક્ટ્રેસ હોવા ઉપરાંત અવનીત એક ફેશન દિવા પણ છે. અવનીતના તમામ લુક્સ ખૂબ જ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી છે. તે તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ પર પણ ખાસ ધ્યાન આપે છે. હવે અભિનેત્રી બિકીમાં પણ આગ ફેલાવી રહી છે.
View this post on Instagram
અવનીત કૌર ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અવનીતે થોડા સમય પહેલા જ તેની ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને કંગના રનૌતે પ્રોડ્યુસ કરી છે. ઉલ્લેખનીય છે કે, અવનીતે 20 વર્ષની નાની ઉંમરે 80 લાખની કાર ખરીદી છે. કાર ખરીદવાને લઇને તે થોડા સમય પહેલા ચર્ચામાં પણ આવી હતી.
View this post on Instagram
અવનીત કૌરનો જન્મ 13 ઓક્ટોબર 2001ના રોજ પંજાબના જાલંધરમાં થયો હતો અને હાલમાં તે મુંબઈમાં એક આલીશાન મકાનમાં રહે છે. તમને જણાવી દઈએ કે અવનીતના પિતા એક કંપનીમાં કામ કરે છે જ્યારે તેની માતા ગૃહિણી છે. અવનીતે અભિનયની સાથે અભ્યાસ પણ પૂરો કર્યો હતો. અવનીત કૌરે ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જ્યાં તે સેમિફાઈનલમાં બહાર થઈ ગઈ હતી. આ પછી તેણે બીજા ડાન્સ શોમાં ભાગ લીધો.
View this post on Instagram
તેણે લાઇફ ઓકેની સીરિયલ ‘મેરી મા’ સાથે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. તે ઝલક દિખલા જા 5, સાવિત્રી, એક મુઠ્ઠી આકાશ, હમારી બહેન દીદી, ચંદ્ર નંદિની, અલાદ્દીન – નામ તો સુના હોગા જેવી ઘણી સિરિયલોમાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે તેણે ઘણી ફિલ્મોમાં કેમિયો અને નાના રોલ કર્યા છે અને તેણે લીડ એક્ટર તરીકે તેની પહેલી ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અવનીત કૌરની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા છે. તેણે ઘણા મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે. રિપોર્ટ અનુસાર, તે એક મ્યુઝિક આલ્બમ માટે ₹5 લાખ ચાર્જ કરે છે.