માલદીવમાં ટીવીની ‘આનંદી’ અવિકા ગૌરે બોલ્ડ અવતારમાં મચાવ્યો તહેલકો, બોયફ્રેન્ડ મિલિંદ સાથે ક્વોલિટી સમય વીતાવતી જોવા મળી અવિકા

ટીવીની આ માસુમ અભિનેત્રીએ દેખાડ્યો હુસ્નનો જલવો…ગ્લેમરસ અંદાજમાં બધાને ફિગર બતાવ્યું…લોકો બોલ્યા બાલિકા વધુ કેટલી બદલાઇ ગઇ

“બાલિકા વધુ” ફેમ અવિકા ગૌર આ દિવસોમાં માલદીવમાં તેના બોયફ્રેન્ડ મિલિંદ સાથે તેનું વેકેશન એન્જોય કરી રહી છે. અવિકા આ સમયે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તે ચાહકો સાથે તેના માલદીવ ટ્રિપની તસવીરો વીડિયો શેર કરતી રહે છે. તેણે માલદીવથી ઘણા વીડિયો અને કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. અવિકા સમુદ્ર કિનારે રિલેક્સ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

વેકેશન પર અવિકાનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. તેણે બિકી અને મોનોકોનીમાં તસવીરો અને વીડિયો શેર કર્યા છે. અભિનેત્રી વીડિયો અને તસવીરોમાં તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અવિકા સમુદ્ર કિનારે ભરપૂર હોલિડેનો આનંદ લઇ રહી છે. અવિકાએ એક વીડિયો શેર કરતા લખ્યુ  કે, અહીં સમુદ્ર કિનારે વોટર વિલાથી, સૂર્યોદય અને સૂર્યાસ્ત જ નહિ દિવસના બધા પળો ખૂબ જ ખૂબસુરત છે.

 

View this post on Instagram

 

A post shared by Filmymodels 🔵 (@filmymodels)

“બાલિકા વધુ” ફેમ અભિનેત્રી અવિકા ગૌર સમય સાથે ઘણી ગ્લેમરસ થઇ ગઇ છે. અવાર નવાર તે ખૂબસુરત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ દિવસોમાં તે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. અવિકાના બોયફ્રેન્ડ મિલિંદે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બંને ડેટ નાઇટ પર જોવા મળી રહ્યા છે. બંને એકબીજા સાથે ઘણા ખુશ નજર આવી રહ્યા છે.

આ પહેલા તેણે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં જોઇ શકાય છે કે અવિકા પુલમાં ચિલ કરી રહી છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘તેરા હોને લગા હુ’ ગીત સાંભળવા મળી રહ્યુ છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઇ ચૂક્યા છે. અવિકાએ તેની માલદીવ વેકેશનની કેટલીક તસવીરો પણ શેર કરી છે. અવિકા વીડિયોમાં પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollygossip (@bollyg0ssip)

વીડિયોમાં તે પ્રિંટેડ અને બેકલેસ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ પહેલા અવિકા ગૌરે બ્લુ સ્વિમ આઉટફિટમાં તસવીરો શેર કરી હતી, જેમાં તેનો બોલ્ડ લુક અને કાતિલાના અદાઓ જોવા મળી રહી હતી. તમને જણાવી દઇએ કે, અવિકા ગૌર મિલિંદ ચંદવાનીને ડેટ કરી રહી છે. મિલિંદ એક સોશિયલ એકેટિવિસ્ટ છે. તે મૂળ રૂપે હૈદરાબાદના રહેવાસી છે. અવિકા અને મિલિંદ બંને એકબીજા સાથેની ઘણીવાર તસવીરો શેર કરતા રહે છે.

અવિકા તેના લુક્સ અને સ્ટાઇલને કારણે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. અવિકા લાંબા સમયથી ટીવી શોથી દૂર છે પરંતુ તેના ચાહકો તેને ઘણો સપોર્ટ કરે છે. તમને જણાવી દઇએ કે, 24 વર્ષિય અવિકા ટેલિવિઝન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણિતુ નામ છે. તેને સૌથી પહેલા ઓળખ ‘બાલિકા વધુ’માં આનંદીના પાત્રથી મળી હતી. આ પાત્રથી તેને ઘર-ઘરમાં ઓળખ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

વર્ષ 2008માં આનંદીએ એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો અને પછી કયારેય પાછળ વળીને જોયુ નથી. અવિકાએ વર્ષ 2013માં આવેલી ટોલિવુડ ફિલ્મ “ઉય્યલા જમપાલા”થી સાઉથમાં ડેેબ્યુ કર્યુ. તેને તેના માટે બેસ્ટ ફીમેલ ડેબ્યુનો SIIMA એવોર્ડ મળ્યો હતો. તે બાદ તે બીજી કેટલીક સાઉથ ફિલ્મોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Milind Chandwani (@milindchandwani)

Shah Jina