માલદીવ પહોંચેલી ટીવીની આનંદીએ છોડી લાજ-શરમ, પુલમાં બતાવી બોલ્ડ અદાઓ

ન પહેરવાનું પહેરી અવિકા ગૌરે દેખાડ્યો બોલ્ડ અંદાજ, બોયફ્રેન્ડ સાથે માલદીવમાં કરી રહી છે એન્જોય

“બાલિકા વધુ” ફેમ અભિનેત્રી અવિકા ગૌર સમય સાથે ઘણી ગ્લેમરસ થઇ ગઇ છે. અવાર નવાર તે ખૂબસુરત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ દિવસોમાં તે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. એકવાર ફરી અભિનેત્રીએ તેના હુસ્નના જલવા વિખેરતા સ્વિમ આઉટફિટમાં વીડિયો શેર કર્યો છે. અભિનેત્રીનો આ અંદાજ જોઇ બધા હેરાન છે. અવિકા ગૌરે આ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે અવિકા પુલમાં ચિલ કરી રહી છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘તેરા હોને લગા હુ’ ગીત સાંભળવા મળી રહ્યુ છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઇ ચૂક્યા છે. અવિકાએ તેની માલદીવ વેકેશનની કેટલીક તસવીરો પણ શેર કરી છે. અવિકા વીડિયોમાં પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં તે પ્રિંટેડ અને બેકલેસ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ પહેલા અવિકા ગૌરે બ્લુ સ્વિમ આઉટફિટમાં તસવીરો શેર કરી હતી, જેમાં તેનો બોલ્ડ લુક અને કાતિલાના અદાઓ જોવા મળી રહી હતી. તમને જણાવી દઇએ કે, અવિકા ગૌર મિલિંદ ચંદવાનીને ડેટ કરી રહી છે. મિલિંદ એક સોશિયલ એકેટિવિસ્ટ છે. તે મૂળ રૂપે હૈદરાબાદના રહેવાસી છે. અવિકા અને મિલિંદ બંને એકબીજા સાથેની ઘણીવાર તસવીરો શેર કરતા રહે છે.

અવિકા તેના લુક્સ અને સ્ટાઇલને કારણે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. અવિકા લાંબા સમયથી ટીવી શોથી દૂર છે પરંતુ તેના ચાહકો તેને ઘણો સપોર્ટ કરે છે. તમને જણાવી દઇએ કે, 24 વર્ષિય અવિકા ટેલિવિઝન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણિતુ નામ છે. તેને સૌથી પહેલા ઓળખ ‘બાલિકા વધુ’માં આનંદીના પાત્રથી મળી હતી. આ પાત્રથી તેને ઘર-ઘરમાં ઓળખ મળી હતી.

વર્ષ 2008માં આનંદીએ એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો અને પછી કયારેય પાછળ વળીને જોયુ નથી. અવિકાએ વર્ષ 2013માં આવેલી ટોલિવુડ ફિલ્મ “ઉય્યલા જમપાલા”થી સાઉથમાં ડેેબ્યુ કર્યુ. તેને તેના માટે બેસ્ટ ફીમેલ ડેબ્યુનો SIIMA એવોર્ડ મળ્યો હતો. તે બાદ તે બીજી કેટલીક સાઉથ ફિલ્મોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

Shah Jina