ફિલ્મી દુનિયા

બદલાઈ ગઈ છે બાલિકા વધુની નાની આનંદી, 10 તસ્વીરોમાં જુઓ તેનો સ્ટાઇલિશ અને ફિટ અવતાર

અભિનેત્રી ‘અવિકા ગૌર’ બાલિકા વધુ સિરીયલ શરૂ થયા પછીથી જ આનંદીના નામથી ઘરે ઘરે ચર્ચિત બની ગઈ હતી અને અવિકા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. બાળ કલાકારના સ્વરૂપે આવેલી અવિકાને લોકો ખુબ ચાહવા લાગ્યા હતા. આજે અમે અવિકા ગૌરની અમુક ખાસ તસ્વીરો દેખાડીશું જેમાં તેના બદલાયેલા અવતારને જોઈને તમે પણ હેરાન રહી જશો.

Image Source

અવિકા સાથે હંમેશા એ વાત જોડવામાં આવેલી છે કે તે થોડી બબલી અને ગોલૂમોલુ છે. તેની સ્ટાઇલ અને લુકમાં પણ તેના આ અવતારને જોવામાં આવેલો છે પણ હવે અવિકાનો નવો અવતાર સામે આવ્યો છે. અવિકા હવે ગ્લેમર અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ થઇ ચુકી છે.

Image Source

અવિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના બદલાયેલા અંદાજની ઘણી તસ્વીરો શેર કરી છે જેમાં તેનો અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો છે.

Image Source

બાલિકા વધુ પછી અવિકાએ ‘સસુરાલ સીમરકા’ માં રોલીનો કિરદાર નિભાવ્યો હતો. જો કે અમુક સમય પછી અવિકાએ આ સિરિયલ છોડી દીધી અને તે છેલ્લી વાર તે ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા ના શો ‘ખતરા ખતરા ખતરા’માં જોવામાં આવી હતી.

Image Source

8 વર્ષની ઉંમરથી જ બાલિકા વધુમાં કામ કરનારી અવિકાની પહેલી તેલુગુ ફિલ્મ ‘એક્કાડિકી પોથાવુ ચિન્નાવાડા’ હતી. આ ફિલ્મ હિટ થયા પછી તે દક્ષિણ ભારતીય અભિનેત્રી બની ચુકી છે. આગળના વર્ષે તેની ફિલ્મ ‘રાજુ ગરી ગધિ-3′(RGG3) હોરર કોમેડી ફિલ્મ રિલીઝ થઇ હતી. આ સિવાય અવિકા ખતરો કે ખિલાડી અને કિચન ચેમ્પિયન શો માં પણ જોવા મળી હતી.

Image Source

આગળના અમુક સમયથી અવિકા પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખુબ સક્રિય રહે છે. પોતાના ફિલ્મ સફરની તસ્વીરોની સાથે સાથે અવિકા પોતાના ડાન્સ વિડીયો પણ પોસ્ટ કરતી રહે છે.

Image Source

અવિકાના આ વીડિયોમાં તેનો બદલાયેલો અવતાર સ્પષ્ટ જોઈ શકાય છે. બાલિકા વધુની નાની આંનદી અત્યારે એકદમ ફિટ અને ગ્લેમર બની ગઈ છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.