ટીવીની દુનિયામાં બાલિકા વધુ જેવી સિરિયલમાં આવતી આનંદીને કોણ નથી જાણતું. આ સીરિયલમાં આનંદીનો રોલ નિભાવતી અવિકા ગોરએ તેની ચુલબુલી અદાઓ અને માસુમ સવાલોથી બધાના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારે ઘણા લોકો સફળતાને જોવા માટે આખી જિંદગી મહેનત કરતા હોય છે. જયારે અવિકાએ નાનપણમા જ જોઈ લીધું હતું.
હાલમાં જ અવિકાએ તેનો 22મોં જન્મદિવસ ઉજવ્યો હતો. અવિકાએ તેનો 22મોં જન્મદિવસ વારાણસીમાં ઉજવ્યો હતો. જ્યાં તે તેની ફિલ્મનું શૂટિંગ કરતી હતી.
અવિકા જયારે બાલિકાવધુ સિરિયલ જેવો ટીવી શો કરી રહી હતી. ત્યારે સ્ટારડમ બહુજ ઊંચાઈએ હતું. અવિકાને બધા લોકોએ બે પનાહ પ્યાર કર્યો હતો. તો ઘરે-ઘરે બધા જ લોકો તેને જાણતા હતા.
11 વર્ષમાં અવિકાએ ઘણી સિરિયલ અને રિયાલિટી શો કર્યા હતા. 11 વર્ષ દરમિયાન તેના લુકમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. ફોટો પર જોઈ શકાશે કે બાલીકાવધૂની આનંદી કેટલી બદલાઈ ગઈ છે. આનંદીનો રોલ કરનારી અવિકાએ 2008માં બાલિકા વધુ સિરિયલથી ટેલિવિઝનની દુનિયામાં કદમ રાખ્યા હતા. આ સિરિયલ અવિકાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. અવિકા આ સીરિયલમાં રાજસ્થાની પાત્ર નિભાવી રહી હતી. સાથે જ તેની ભાષા પણ રાજસ્થાની હતી. આ રોલ માટે અવિકાએ ખુદને તે રોલ તરફ ઢાળી દીધા હતા.
બાલીકાવધૂ બાદ અવિકા ‘રાજકુમાર આર્યન’ના રોલમાં નજરે આવી હતી. જેમાં અવિકાએ રાજકુમારી ભૈરવીના બાળપણનો રોલ નિભાવ્યો હતો. બાલિકા વધુ બાદ અવિકા ગૌર ‘સસુરાલ સીમર કા’ માં ચર્ચામાં આવી હતી. આ સીરિયલમાં આનંદી એક શાદી-શુદા મહિલાનો રોલ નિભાવ્યો હતો.
‘સસુરાલ સીમર કા’ સિરિયલમાં અવિકાની ઉંમર બહુજ નાની હતી. નાની ઉંમરમાં અવિકાએ શાદી-શુદા વહુનો રોલ કર્યો હતો. આ રોલ નિભાવતા અવિકાને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ રોલને કારણે અવિકાનો ગ્રાફ પણ ઉપર પહોંચી ગયો હતો. આ સીરિયલમાં અવિકા બાલિકા વધુના રોલક કરતા એકદમ જ અલગ નજરે આવી હતી.
બાલિકા વધુમાં અવિકા ગોરે એક નાની બાળકીનો રોલ નિભાવ્યો હતો.તો સસુરાલ સીમર કે સિરિયલમાં ટીવીની વહુનો રોલ નિભાવી લોકોના દિલ જીતી લીધા હતા. આ સિરિયલમાં અવિકા સાડી સાથે માંગમાં સિંદૂર અને મંગળસૂત્રમાં જોવા મળી હતી. અવિકાના આ લુક લોકોને બહુજ પસંદ આવ્યો હતો.
અવિકા એક સમયે ભારે વજનના કારણે પરેશાન લાગી રહી હતી. પરંતુ સમય સાથે અવિકાએ વજનમાં ઘટાડો કરીને એકદમ ફિટ લાગી રહી છે.
સસુરાલ સીમર કા સિરિયલ પછી અવિકા ઘણા રિયાલિટી શો માં નજરે આવી હતી. અવિકાએ ‘બોક્સ ક્રિકેટ લીગ સિઝન 2 ‘ અને ‘ફિયર ફેક્ટર :ખતરો કે ખિલાડી સીઝન 9’માં જીવ મળી હતી. અવિકા ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
અવિકા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. ફોટો જોઈને તમે જોઈ શકશો કે અવિકાનો લુક પહેલા કરતા ઘણો બદલાઈ ચુક્યો છે.
અવિકા ગૌર આજકાલ ટીવી દુનિયાની જાણીતી સ્ટાર છે. પરંતુ સ્ટાર બન્યા બાદ પણ તે તેના બાળપણના મિત્રને ભૂલી નથી. સોશિયલ મીડિયામાં તે તેના બાળપણના મિત્રો સાથે મસ્તી કરી જોવા મળે છે.