જેની દર્શકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એ ફિલ્મ “અવતાર-2″ના એડવાન્સ બુકિંગ પર જ તૂટી પડ્યા ચાહકો, આટલા કરોડની તો થઇ ગઈ કમાણી, જુઓ ટ્રેલર
હોલીવુડની ફિલ્મોનો ચાહકવર્ગ આખી દુનિયામાં ફેલાયેલો છે અને તેમાં પણ ઘણી ફિલ્મો એવી હોય છે જેને જોવા માટે દર્શકો પણ ખુબ જ ઉતાવળા થતા હોય છે, એવી જ એક ફિલ્મ હતી “અવતાર”, જેનો બીજો ભાગ આજે એટલે કે 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ ગયો. આ ફિલ્મને અન્ય દેશોની જેમ ભારતમાં પણ ચાહકો કાગડોળે રાહ જોઈને બેઠા હતા, ત્યારે ફિલ્મ આવવાના ઘણા દિવસ પહેલા જ કેટલાય લોકોએ એડવાન્સ બુકીંગ પણ કરાવી લીધું હતું.
જેમ્સ કેમેરોનની ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ ફિલ્મ વર્ષ 2009માં રિલીઝ થયેલી ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ‘અવતાર’ની સિક્વલ છે. આ ફિલ્મ ભારતમાં પણ રિલીઝ થઈ ગઈ છે અને જે રીતે તેણે પહેલા વીકએન્ડના એડવાન્સ બુકિંગથી ગુરુવાર સુધીમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે, તેમાં કોઈ શંકા નથી કે ‘અવતાર 2’ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવા જઈ રહી છે.
શનિવાર અને રવિવાર માટે હજુ પણ એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે લગભગ 2100 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બનેલી ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ ભારતમાં એડવાન્સ બુકિંગથી જ પહેલા ત્રણ દિવસમાં 40-45 કરોડ રૂપિયાની કમાણી કરશે. આ રીતે, આ ફિલ્મ હોલીવુડની ફિલ્મ ‘એવેન્જર્સઃ એન્ડગેમ’નો રેકોર્ડ પણ તોડી નાખશે, જેણે દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ એડવાન્સ બુકિંગ કર્યું છે.
‘અવતાર 2’ ભારતમાં હિન્દી અને અંગ્રેજી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ છે. દેશભરમાં 3800 થી વધુ સ્ક્રીન પર દરરોજ આ ફિલ્મના 17000 થી વધુ શો બતાવવામાં આવી રહ્યા છે. આ ફિલ્મને લઈને ભારતીય દર્શકોના ક્રેઝનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ગુરુવાર સુધી આ ફિલ્મની 4 લાખથી વધુ ટિકિટ એડવાન્સમાં બુક થઈ ગઈ છે. ટિકિટનું વેચાણ હજુ ચાલુ છે.
ભારતમાં ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ શરૂઆતના દિવસે બમ્પર કમાણી કરશે. જે રીતે એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે તેનાથી અંદાજ છે કે આ ફિલ્મ દેશની તમામ ભાષાઓમાં સરળતાથી 30-35 કરોડ રૂપિયાની કમાણી કરશે. જ્યારે વિશ્વભરમાં કમાણીની દૃષ્ટિએ આ ફિલ્મ અલગ-અલગ ઝંડા રોપી શકે છે. અમેરિકન મીડિયા અનુસાર ‘અવતાર 2’ વિશ્વભરમાં ઓપનિંગ ડે પર 17 મિલિયન ડોલર એટલે કે લગભગ 140 કરોડથી વધુની કમાણી કરી શકે છે.