અમદાવાદમાં રીક્ષા વાળાએ પોલીસ વાળાને કૂદી કૂદીને માર્યા લાફા, જમાલપુરમાં રીક્ષા વાળાએ ભર બજારે ટ્રાફિક પોલીસકર્મીને ઝીંકી દીધા એક પછી એક લાફા

પોલીસ અને સામાન્ય માણસ વચ્ચે ઘણીવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણીવાર મામલો એ હદ સુધી પહોંચી જાય છે કે પોલીસ અને સામાન્ય માણસો મારામારી ઉપર પણ આવી જતા હોય છે. ઘણીવાર વાહનો ચાલકો અને ટ્રાફિક પોલીસકર્મીઓ વચ્ચે પણ કોઈને કોઈ બાબતે મારામારી થઇ જતી હોય છે.

આવી જ એક ઘટના હાલ અમદાવાદમાંથી સામે આવી છે. જ્યાં જમાલપુરમાં એક રીક્ષા ચાલકે ટ્રાફિક પોલીસ કર્મીને કૂદી કૂદીને બે લાફા ઝીંકી દીધા હતા, જેનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે હવે આ મામલે પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રીક્ષા ચાલાક ફોન ઉપર વાત કરી રહ્યો છે અને તેનો કોલર ટ્રાફિક પોલીસકર્મીએ પકડ્યો છે, જેના બાદ ફોન ઉપર વાત કરતા કરતા જ રીક્ષા ચાલક ગુસ્સે થાય છે અને કૂદી કૂદીને ટ્રાફિક પોલીસકર્મીને બે લાફા મારી દે છે. આ દરમિયાન ટ્રાફિક પોલીસકર્મી ખુબ જ શાંત જોવા મળી રહ્યો છે અને રીક્ષા ચાલકનો કોલર પણ પકડી રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

આ મામલે  ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ટ્રાફિકમાં વાહન રોકવા બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી દરમિયાન આ ઘટના બની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે આરોપીને શોધવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે અને આ મામલાને ખુબ જ ગંભીરતાથી પણ લીધો છે.

Niraj Patel