ડ્રાઈવર વગર જ રોડ પર ગોળ ગોળ ચક્કર લગાવવા લાગી રીક્ષા, લોકોએ કહ્યું. “ચૂંટણીની રેલીમાંથી ફ્રી થઇ જવાની ખુશી !” જુઓ મજેદાર વીડિયો

રોડ પર અચાનક ગોળ ગોળ ફરવા લાગી રીક્ષા, અંદર જોયું તો કોઈ ડ્રાઈવર પણ નહોતો, પછી થયું એવું કે… જુઓ હેરાન કરી દેનારો વીડિયો

ઇન્ટરનેટ પર રોજ ઘણી બધી અજીબો ગરીબ ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક વીડિયો પેટ પકડીને હસાવનારા હોય છે તો કેટલાક હેરાન કરી દેનારા પણ હોય છે. આવા ઘણા વીડિયો તમે પણ જોયા હશે પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમને હસવું પણ આવશે અને તમે હેરાન પણ રહી જશો.

આ વાયરલ વીડિયો સામે આવ્યો છે મહારાષ્ટ્રના રત્નાગીરીમાંથી. જ્યાં એક ઓટો રિક્ષા ડ્રાઈવર વગર જ રસ્તા પર ચક્કર મારવા લાગી. વીડિયો વાયરલ થતા જ ઈન્ટરનેટ યુઝર્સ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને સમજી શક્યા નહિ કે આવું કેવી રીતે થઈ શકે. કેટલાક લોકોને બોલિવૂડ ફિલ્મ ‘ટાર્ઝનઃ ધ વન્ડર કાર’ની યાદ આવી ગઇ, જેમાં એક કાર ડ્રાઈવર વગર જતી બતાવવામાં આવી છે.

વાયરલ વીડિયોને જોઈને લોકો તેને ખૂબ જ ફની કહી રહ્યા છે અને કેટલાક લોકો મજાકમાં ઓટો રિક્ષા પર ભૂત સવાર હોવાની વાત પણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઓટો રિક્ષા રોડ પર ગોળ ગોળ ફરી રહી છે, જ્યારે તેની અંદર કોઈ ડ્રાઈવર હાજર નથી. ઓટો જોવા માટે થોડી જ વારમાં લોકોની ભીડ એકઠી થઈ જાય છે. સ્થળ પર હાજર કેટલાક લોકો ઓટોને પકડીને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તે અટકવાનું નામ લેતી નથી. આખરે, ઘણા પ્રયત્નો પછી, આ લોકો ઓટોરિક્ષાને પકડીને રોકવામાં સફળ થાય છે.

હકીકતમાં બન્યું હતું એવું કે અકસ્માતને કારણે ઓટો રિક્ષાનો ડ્રાઈવર નીચે પડી ગયો અને વાહનનું સ્ટિયરિંગ લોક થઈ ગયું. સ્ટિયરિંગ લોક થઈ જતાં ઓટો રિક્ષા ગોળ ગોળ ફરવા લાગી. જો કે સારું રહ્યું તેની સાથે કોઈ વાહન કે માણસની ટક્કર ના થઇ, નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના રત્નાગિરી જિલ્લાના ગેલનાકા વિસ્તારની છે. અહીં બુધવારે ઓટો રિક્ષા અકસ્માતનો ભોગ બની હતી.

Niraj Patel