સોશિયલ મીડિયા ઉપર ઘણી અવનવી તસવીરો અને ટેકનીક વાયરલ થતી હોય છે. ઘણા લોકોના જુગાડ જોઈને આપણે પણ વિચારમાં પડી જઈએ. હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર એક પોર્ટેબલ હાઉસ ખુબ જ ટ્રેન્ડીગમાં છે. તેને રિક્ષાને કસ્ટમાઇઝ કરીને બનાવવામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે આ ઘરની અંદર તમામ પ્રકારની સુવિધાઓ છે જે આપણા પોતાના ઘરમાં હોય છે.

આ ઘર નેનોથી પણ ઓછી કિંમતમાં બનાવવામાં આવ્યું છે. આ હરતા ફરતા ઓટોરિક્ષા જેવા ઘરની અંદર બેડરૂમ, બેઠક રૂમ અને કિચન સાથે ટોયલેટ પણ છે. બે લોકો ખુબ જ આસાનીથી આ ઘરની અંદર રહી શકે છે. એટલું જ નહિ તેની છત ઉપર આરામદાયક ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
View this post on Instagram
આ અનોખું ઘર 36 વર્ગ ફિટમાં બનેલું છે. અને તેની અંદર વીજળીની વ્યવસ્થા માટે 600 વોટની સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ ઉપરાંત ઘરમાં 250 લીટરની વોટર ટેન્ક પણ મુકવામાં આવી છે. છત ઉપર જવા માટે સીડી પણ બનાવવામાં આવી છે. સાથે જ ઘરમાં દરવાજા પણ બનાવવામાં આવ્યા છે.
View this post on Instagram
આ અનોખા ઘરને અરુણ નામના એક વ્યક્તિએ રિક્ષામાંથી બનાવ્યું છે. બેંગ્લોરની ડિઝાઇન આને આર્કીટેક કંપની બિલબોર્ડ સાથે મળીને આ ઓટો ઘરને અરુણે બનાવ્યું છે. અરૂણની ઉમર માત્ર 23 વર્ષની છે. ઘરની જૂની વસ્તુઓને રીસાઇકલ કરીને પણ તેનો ઉપયોગ આ ઘરમાં કરવામાં આવ્યો છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.