રીક્ષાની અંદર આ વ્યક્તિ ભૂલી ગયો હતો 20 લાખના ઘરેણાંની બેગ, રીક્ષા ડ્રાઈવરની નજરમાં આવતા કર્યું એવું કે…..

આજના સમયમાં લોકો એકબીજાનો વિશ્વાસ વધુ તોડે છે, તો છેતરામણીના કિસ્સાઓ પણ ઠેર ઠેર સાંભળવા મળે છે. જો તમારી કોઈ કિંમતી વસ્તુ પડી ગઈ અથવા તો ક્યાંય ભૂલી ગયા તો ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જે તમને આ વસ્તુ પાછી આપશે.

પરંતુ આ દરમિયાન ચેન્નઈમાંથી જે એક કિસ્સો સામે આવ્યો છે તે જાણીને તમને ખરેખર નવાઈ લાગશે અને થશે કે દુનિયામાં હજુ પણ આવા લોકો જીવે છે.ઘટના એવી બની કે પોલ બ્રાઇટ નામના એક વ્યક્તિ પોતાના કોઈ સંબંધીના લગ્નમાં જવા માટે એક રિક્ષાની અંદર જઈ રહ્યો હતો.  તેની પાસે ઘણી બેગ હતી, જેમાંથી એક બેગની અંદર ઘરેણાં પણ ભરેલા હતા.

પોલ ફોન ઉપર જ વાત કરતા કરતા રિક્ષામાંથી ઉતરી ગયો અને ઘરેણાંની બેગ રિક્ષામાં ભૂલીને જ ચાલવા લાગી ગયો. ત્યારે રીક્ષા ડ્રાઈવરે પણ આ બેગને પાછળ પડેલી જોઈ, પરંતુ તેને સમજમાં જ ના આવ્યું કે આ બેગને તે તેના માલિક પાસે કેવી રીતે પહોચાવે.જ્યારે પોલને માલુમ પડ્યું કે તેની ઘરેણાં ભરેલી બેગ જ ગાયબ થઇ ચુકી છે ત્યારે ગભરાઈ ગયો. અને તરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી. પોલીસે રૂટ્સના ફૂટેજ જોયા અને રીક્ષા ડ્રાઈવરની ઓળખ મેળવવામાં પણ સફળ રહ્યા.

પરંતુ પોલીસ એ રીક્ષા ડ્રાઈવર પાસે પહોંચે એ પહેલા જ રીક્ષા ડ્રાઈવર સરવન કુમાર ઘરેણાં ભરેલી બેગ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયો.પોલીસ પણ આ રીક્ષા ડ્રાઈવરની ઈમાનદારી જોઈને હેરાન રહી ગઈ.આજના સમયમાં કોઈ 50 રૂપિયા પણ મળેલા પાછા નથી આપતું ત્યારે આ વ્યક્તિએ 20 લાખના ઘરેણાં ભરેલી બેગ પરત કરી. પોલીસે પણ રીક્ષા ડ્રાઈવરનું ગુલદસ્તો આપીને સન્માન કર્યું. સોશિયલ મીડિયામાં પણ હવે સરવન કુમારની ઈમાનદારીની પ્રસંશા થઇ રહી છે.

Niraj Patel