આ રિક્ષાની અંદર છે એવી એવી સુવિધાઓ કે વીડિયો જોઈને તમને પણ તેમાં બેસવાનું મન થઇ જશે, સફરની સાથે મળશે અનોખી મોજ

આપણા દેશની અંદર ઘણા લોકો એવા છે જે કંઈક અલગ કરવાનું હંમેશા વિચારતા હોય છે. ખાસ કરીને ભારતીયો જુગાડ કરવામાં માહેર હોય છે. ત્યારે આવી જ એક અલગ ઓટો રીક્ષા હાલ ખુબ જ ચર્ચામાં છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઓટો રીક્ષાનો અંદરનો નજારો જોઈને તમે પણ તેમાં બેસવા માટે આતુર બની જશો.

સામાન્ય રીતે આપણે રીક્ષામાં જયારે બેસીએ છીએ ત્યારે તેમાં ગીતો વાગવા સિવાયની કોઈ ખાસ સુવિધાઓ જોવ નથી મળતી હોતી, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે રીક્ષાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમે પણ કહેશો કે આ વ્યક્તિએ રીક્ષાને આરામદાયક અને મોજ ભરેલી એક સફર બનાવી દીધી છે.

આ ઓટો રીક્ષાનો વીડિયો જેવો જ સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો છે લોકો આ રીક્ષાની પ્રસંશા કરવા લાગી ગયા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ રીક્ષાની અંદર કોઈ કેફેમાં હોય તે પ્રકારની તમામ સુવિધાઓ હાજર છે.

આ ઓટો રીક્ષા ચેન્નાઇના ખ્યાતનામ ઓટો રીક્ષા ડ્રાઈવર અન્ના દુરઈની છે. કોરોના કાળની અંદર પેસેન્જર્સ માટે માસ્ક અને સૅનેટાઇઝર સાથે જ અન્નાએ રિક્ષામાં એક મીની ફ્રિજ પણ રાખ્યું છે. આ ઉપરાંત તેમાં ટીવી, સમાચારપત્ર, સામાયિક, સ્નેક્સ, આઇપેડ અને ચાર્જર જેવી સુવિધાઓ પણ રાખી છે.

અન્ના પોતાના પેસેન્જરને રાઇડનો સંપૂર્ણ આનંદ આપવા માંગે છે. ફક્ત એટલું જ નહિ તેની આ રીક્ષાની અંદર કાર્ડ સ્વાઇપ મશીન પણ લાગેલું છે. જેનાથી પેસેન્જરને પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો ના કરવો પડે.

Niraj Patel