વધુ એક અકસ્માત CCTVમાં કેદ : કાર ચાલકે રિક્ષાને ફંગોળી, ઘટનાનો લાઈવ વીડિયો જોઈને તમે પણ હચમચી ઉઠશો

જુઓ CCTV વીડિયો: એક તરફથી આવી રહી હતી કાર, બીજી તરફથી રીક્ષા, ચાર રસ્તા ઉપર જ થયો એવો ભયાનક અકસ્માત કે… આમા વાંક કોનો ?

દેશભરમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. ગઈકાલે જ એક અકસ્માતના લાઈવ વીડિયોએ ચકચાર મચાવી દીધી હતી. જેમાં એક ઓડી કાર દ્વારા એક રિક્ષાને ફંગોળી દેવામાં આવી હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો જે જોઈને કેટલાય લોકોના હોશ ઉડી ગયા હતા. હવે આવી જ એક બીજી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે રસ્તા ઉપરથી એક પૂર ઝડપે કાર આવી રહી છે અને અચાનક જ બાજુની તરફથી એક રીક્ષા આવી જાય છે. ચાર રસ્તા ઉપર જ જયારે રીક્ષા પહોંચે છે અને બંને વચ્ચે જોરદાર ટક્કર થઇ જાય છે. જેના બાદ રિક્ષામાં બેઠેલા બે લોકો રોડ ઉપર પડી જાય છે.

ગાડીની ટક્કર એટલી જોરદાર હોય છે કે રીક્ષા ચાલક પણ તેનો કાબુ ગુમાવે છે અને રીક્ષા રોડ ઉપર જ આગળ ચાલવા લાગે છે, ત્યારે કેટલાક લોકો ત્યાં આવી રિક્ષાને ઉભી રાખે છે. આ દુર્ઘટના જોઈને લોકોના ટોળા પણ ત્યાં જામી જાય છે. સોશિયલ મીડિયામાં આ અકસ્માતનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર આ વીડિયો કર્ણાટકનો હોવાનું સામે આવ્યું છે. પરંતુ હજુ સુધી આ વીડિયો મૂળ ક્યાંનો છે તેના વિશે કોઈ સ્પષ્ટતા નથી થઇ રહી. આ ઉપરાંત આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા તેના વિશેની પણ કોઈ માહિતી નથી મળી રહી.

Niraj Patel