બાબા અને વિદેશી ગોરી વચ્ચે થયું અફેર…પેલી વિદેશથી આવીને લગ્ન કર્યા અને આજે
સોશિયલ મીડિયામાં બનતી ઘણી પ્રેમ કહાનીઓ આપણે જોઈ હશે, જેમને ભારતમાં રહીને કોઈ વિદેશી યુવતી સાથે પ્રેમ થઇ જાય અને યુવતી સાત સમુદ્ર પાર કરીને તે ભારતીય યુવક સાથે લગ્નના બંધનમાં બંધાઈ જાય છે અને પછી તેનું આખું જીવન ભારતમાં પરિવાર સાથે વિતાવવા લાગે છે, પરંતુ આજે અમે તમને એક એવી દિલચસ્પ કહાની જણાવીશું જે પ્રેમ સોશિયલ મીડિયા ઉપર નથી થયો પરંતુ એક આશ્રમમાં થયો અને વિદેશથી આવેલી યુવતીએ બાબા સાથે લગ્ન કર્યા હતા.
ઓસ્ટ્રલિયાની એક મહિલા જેના છૂટાછેડા થઇ ગયા હતા તેને શ્રીનગરના પ્રસિદ્ધ સિદ્ધપીઠ ધારી દેવી મંદિરમાં હિન્દૂ રીતિ રિવાજ સાથે એક સન્યાસી યોગીરાજ સિદ્ધનાથ મહારાજ બર્ફાનીદાસ બાબા સાથે સાત ફેરા લઈને લગ્ન કર્યા. આ લગ્નને લઈને મંદિરમાં આવેલા શ્રદ્ધાળુઓ વચ્ચે પણ આકર્ષણ જન્માવ્યું હતું.
આ મંદિરના પૂજારી લક્ષ્મી પ્રસાદ પાંડે દ્વારા હિન્દૂ રીતિ રિવાજ સાથે બાબા અને આ ઓસ્ટ્રેલિયાની મહિલાના લગ્ન કરાવવામાં આવ્યા હતા. સિદ્ધપીઠ ધારી દેવી મંદિરમાં લગ્ન કરવા માટે આવવાળી ઓસ્ટ્રેલિયન મહિલા 40 વર્ષીય જીલુંત બૂને મંદિરના પુજારીને જણાવ્યું કે તે સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રીના અવસર ઉપર બદ્રીનાથ આવી હતી. ત્યાં તેની બાબા સિદ્ધનાથ મહારાજ બર્ફાનીદાસ સાથે મુલાકાત થઇ હતી.
તે તેના પાંચ વર્ષના દીકરા સાથે અહીંયા આવી હતી. 6 નવેમ્બરથી તે બાબાના ધીધીરાણ ચમોલી સ્થિત બંદ મહેશ્વર આશ્રમમાં રહેતી હતી, જ્યાં તે યોગ સાધના અને બ્રહ્મ વિદ્યા સાધના કરી રહી હતી. તેના દીકરાએ બાબાને પિતા કહી દીધું હતું અને ત્યાંથી જ તેને બાબા સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો. તે 9 ડિસેમ્બરના રોજ સિદ્ધપીઠ ધારી દેવી મંદિર પહોંચ્યા અને અહીંયાના મંદિરના પુજારીઓ સાથે વાત કરી લગ્ન કર્યા.
આ ઓસ્ટ્રેલિયન મહિલા જુલિયાએ લગ્ન કર્યા બાદ તેનું નામ માતા ઋષિવન રાખ્યું છે. એમબીએનો અભ્યાસ કરી ચુકેલી આ મહિલાએ હિન્દૂ ધર્મમાં અથાગ શ્રદ્ધા અને વિશ્વાસના કારણે પોતાના બંને બાળકોના નામ પણ વિદ્વાન અને વિશાલ રાખ્યા છે. જેમાંથી પાંચ વર્ષનો દીકરો વિદ્વાન તેના લગ્નના સમયે હાજર હતો.