મૃત વ્યક્તિને જીવિત કરી દેશે આ કંપની? 3,000 વર્ષ બાદ ફરીથી પેદા થઇ ‘મમી’ ટેકનીક

કુદરત સાથે ચેડાં કરી રહ્યા છે આ લોકો? માણસની લાશને -200 ડિગ્રીએ બરફમાં દફનાવી દેશે કંપની, જાણો સમગ્ર મામલો

વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે. માનવીએ વિજ્ઞાનની મદદથી અનેક શોધો કરી છે, પરંતુ વિજ્ઞાને એટલી પ્રગતિ કરી નથી કે તે કોઈ મૃત વ્યક્તિને જીવંત બનાવી શકીએ. મૃત્યુ પછી જીવિત થવું અશક્ય લાગે છે, પરંતુ હવે એક ઓસ્ટ્રેલિયન કંપનીએ દાવો કર્યો છે કે તે મૃત્યુ પછી પણ વ્યક્તિને જીવિત કરશે. આ માટે કંપની લોકોના મૃતદેહોને બરફમાં દફનાવવાનું કામ કરી રહી છે. કેટલાક વૈજ્ઞાનિકો દાવો કરે છે કે ભવિષ્યમાં માનવી ખૂબ જ એડવાન્સ થઈ જશે. આ પછી આપણે મૃત મનુષ્યોને જીવિત કરી શકીએ છીએ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

હવે આ સિદ્ધાંતના આધારે એક કંપનીએ માનવ મૃતદેહોને લાંબા સમય સુધી સાચવવા માટેની ટેક્નોલોજી વિકસાવી છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ હાઈટેક ફ્રીઝર તૈયાર કર્યું છે. તેનું મુખ્ય મથક સિડનીમાં છે. કંપની તેના ક્રાયોજેનિક ફ્રીઝરનો ઉપયોગ કરીને લોકોના મૃતદેહોને સુરક્ષિત રાખી રહી છે. જ્યારે વૈજ્ઞાનિકો મૃત લોકોને જીવિત કરવા માટે એક ટેકનિક વિકસાવશે, ત્યારે તે તેમને વિશ્વમાં પાછા ફરવાની તક આપશે.કંપનીએ કહ્યું કે ગ્રાહકોને $1.5 મિલિયન ચૂકવવા પડશે. જે બાદ તેઓ મૃતદેહને સુરક્ષિત રાખશે.

ભારત અનુસાર, આ કિંમત 1.16 કરોડ રૂપિયા હશે. કંપનીના જણાવ્યા અનુસાર, તેઓ પેમેન્ટ કર્યા બાદ મૃતદેહને નાઈટ્રોજનમાં ડૂબાડશે. ત્યારબાદ તેને માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્ટીલની ચેમ્બરમાં સંગ્રહિત કરવામાં આવશે.શરીરને સ્ટીલની ચેમ્બરમાં ઊંધું એટલે કે માથું નીચે અને પગ ઉપર રાખવામાં આવશે. આ એટલા માટે કરવામાં આવશે કે જો ચેમ્બર લીક થાય તો પણ મગજ ટકી રહેવાના ચાન્સ છે. કંપનીમાં હાલમાં 40 જગ્યાઓ ખાલી છે, જેમાંથી મોટાભાગની જગ્યાઓ કંપનીના સ્થાપકો માટે અનામત રાખવામાં આવી છે.

આ જગ્યાઓ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ભરવામાં આવશે, જ્યારે નવા વેરહાઉસ પાછળથી બનાવવામાં આવશે, જે 600 વધારાની જગ્યાઓ પણ બનાવશે. કંપની એ વિચારને પ્રોત્સાહન આપે છે કે મૃત્યુ એ ક્રમિક પ્રક્રિયા છે અને જો મૃત શરીરને ઝડપથી સ્થિર કરવામાં આવે તો મૃત્યુને ઉલટાવી શકાય છે. તમને જણાવી દઈએ કે આ આખી પ્રક્રિયાને મેડિકલ ફિલ્ડમાં ક્રાયોનિક્સ કહેવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે પ્રાચીન ઇજિપ્તમાં લોકો પુનર્જન્મમાં માનતા હતા અને તેઓ માનતા હતા કે મૃત વ્યક્તિના શરીરને સાચવીને રાખવું જોઈએ જેથી કરીને તેઓને તે શરીર આગામી જન્મમાં મળી શકે. આ કારણથી લોકોએ પ્રાચીન સમયથી મમી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ત્યારે આ કંપનીની ટેક્નોલોજી પણ થોડા અંશે મમી જેવી જ છે. ડેઈલી મેલના એક અહેવાલ અનુસાર, આ કરિશ્મા ઓસ્ટ્રેલિયાની સધર્ન ક્રાયોનિક્સ કંપની દ્વારા કરવામાં આવ્યો છે.

Shah Jina