દુનિયાનો સૌથી મોટો અય્યાશ ! બે પત્નીઓથી લઇને બિકિ વાળી છોકરીઓ સાથે રંગરેલિયા સુધી…આવી છે આ અરબપતિ અય્યાશની કહાની

24 કલાક પાર્ટી…ઘરમાં માત્ર બિકિ વાળી છોકરીઓ, સૌથી અમીર ઐય્યાશની કહાની – જુઓ ફોટા

આ દુનિયામાં દરેકના પોતાના અલગ અલગ શોખ હોય છે. ઘણી વખત લોકો શોખ પૂરા કરવા માટે પાણીની જેમ પૈસા ખર્ચે છે. આવી જ એક કહાની આજે અમે તમને એક પ્રખ્યાત અબજોપતિની જણાવવાના છીએ, જેનું નામ ટ્રેવર્સ બેયોન છે. તેને પાર્ટી કરવાનો એટલો શોખ છે કે તે એક રાતમાં કરોડો રૂપિયા ખર્ચી નાખે છે.

ઓસ્ટ્રેલિયાના બિઝનેસ ટાયકૂન ટ્રેવર્સ બેયોને એક ઈન્ટરવ્યુમાં પોતાના ઘરે થતી બદમાશી અને જબરદસ્ત પાર્ટીઓ વિશે ખુલીને વાત કરી હતી. મીડિયા અને સોશિયલ મીડિયા પર થતી આલોચનાનો પણ તેણે જવાબ આપ્યો હતો. તેણે એ પણ જણાવ્યું છે કે વાસ્તવમાં પડદા પાછળની વાર્તા શું છે અને તે હંમેશા સમાચારમાં કેમ રહે છે.

ડેઈલી મેઈલના એક અહેવાલ અનુસાર, ટ્રેવર્સ બેયોન પોતે કહે છે કે તેની પાર્ટીઓ વાઇલ્ડ છે પરંતુ લોકો તેની પાર્ટીઓને વાસ્તવિકતાથી અલગ જુએ છે. તેણે કહ્યું કે મારા ઘરનું વાતાવરણ એવું છે કે લોકોને લાઇલ્ડ સમય મળે છે. અમે હંમેશા આગામી પાર્ટી માટે પ્લાન કરીએ છીએ. જ્યારે યોજના તૈયાર થઈ જાય, ત્યારે તારીખો સોશિયલ મીડિયા પર જાહેર કરીએ છીએ. બેયોન તેની વાઇલ્ડ પાર્ટીઓ માટે જાણીતો છે.

ગયા વર્ષે તેણે પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેની ખાસ વાત એ હતી કે તે પૂલમાં 150 છોકરીઓ સાથે એન્જોય કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ફ્રી ટેટૂ પાર્લરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રેવર્સ બેયોન પોતાને ‘ધ કેન્ડીમેન’ કહે છે. ટ્રેવર્સ એક અબજોપતિ પ્લેબોય, પતિ, ઘણી સ્ત્રીઓના પ્રેમી, પિતા અને તમાકુની ફ્રીચોઈસ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) છે.

તે કેન્ડી શોપ મેન્શન તરીકે ઓળખાતા તેના વોટરફ્રન્ટ હોમમાં વારંવાર પાર્ટીઓ કરે છે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. ટ્રેવર્સ કહે છે કે જો તમારે સુખી જીવન જોઈએ છે, તો સારી પત્ની શોધો. તે કહે છે કે લોકો તમારા વિશે શું વિચારે છેતે વિશે બિલકુલ ન વિચારો. મારી પત્નીની પણ ગર્લફ્રેન્ડ્સ છે. ટ્રેવર્સનું માનવું છે કે લોકડાઉન અને પ્રતિબંધો પછી તેમની પાર્ટીઓ વધુ વાઇલ્ડ બની ગઈ છે.

તે કહે છે કે લોકોની વાઇલ્ડ સાઇડ પાછી લાવવાનું તેનું કામ છે. જોકે, કોરોના સમયે તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતુ. તે કહેતો કે પ્રતિબંધો ખતમ થતાં જ નોન-સ્ટોપ પાર્ટી શરૂ થશે. ટ્રેવર્સ ઓસ્ટ્રેલિયાના જાણીતા અબજોપતિ છે. તેમને ટોબેકો ટાયકૂન કહેવામાં આવે છે. અહેવાલો અનુસાર, ટ્રેવર્સ પાર્ટીઓ માટે દરરોજ 2 કરોડ 41 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે.

ટ્રેવર્સની સંપત્તિ રૂ. 320 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. તેણે પ્રથમ લગ્ન ઈન્ટરનેશનલ બ્યુટી અને મિસ વર્લ્ડ વિજેતા નિનીબેથ લીલ સાથે કર્યા હતા. તે 1991માં મિસ વર્લ્ડ બની હતી. દંપતીને બે બાળકો હતા. બાદમાં આ દંપતીએ છૂટાછેડા લીધા અને તાએશા નામની છોકરી સાથે ફરીથી લગ્ન કર્યા હતા.

Shah Jina