ભારતીય ટીમની જીત થતા જ ખુશીથી ઝૂમી ઉઠ્યા મેદાનમાં બેઠેલા આ આંટી, એવા ઠુમકા લગાવ્યા કે આખું સોશિયલ મીડિયા ગાડું થયું, જુઓ વીડિયો

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચની લોકો કાગડોળે રાહ જોતા હોય છે, આ મેચનો રોમાંચ જ એટલો હોય છે કે ઘણા લોકો તો મેચ જોવા માટે પોતાના કામધંધા પણ બંધ કરી દેતા હોય છે અને ટીવી સામે જ ગોઠવાઈ જતા હોય છે. ભારતને એક એક ચોગ્ગા-છગ્ગા ઉપર લોકો ઝૂમવા લગતા હોય છે, ભારતીય બોલતો જયારે વિરોધી ટીમની વિકેટ લે ત્યારે પણ ચિચિયારીઓ કરી મુકતા હોય છે, ત્યારે ટીવી સામે બેસીને જ જો મેચ જોવાની મજા આવે તો મેદાનમાં કેવી મજા આવતી હોય.

ગઈકાલે એશિયા કપમાં ભારત પાકિસ્તાનની મેચ યોજાઈ અને તેમાં પણ ગજબનો રોમાંચ જોવા મળ્યો હતો, ભારતીય ટીમે મેચમાં જીત મેળવી અને ભારતીય દર્શકોને ખુશ કરી દીધા, ત્યારે સોશિયલ મીડિયામાં પણ આ મેચને લઈને ઘણા બધા વીડિયો સામે આવ્યા જેમાં મેદાનમાં બેઠેલા અને ભારતીય ટીમને સમર્થન કરી રહેલા દર્શકો ખુશીથી ઝુમતા જોવા મળ્યા હતા. એવા જ એક આંટીનો વીડિયો પણ હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં 5 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીત બાદ ભારતીય ફેન્સની ખુશીની કોઈ સીમા ન રહી. તેમણે પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની જીતની ઉગ્ર ઉજવણી કરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક આંટી પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની જીત બાદ જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આંટી ખૂબ જ ખુશ છે અને સ્ટેડિયમમાં ડાન્સ કરી રહી છે. દરેક તેના ડાન્સના વખાણ કરી રહ્યા છે. યૂઝર્સ તેમના ડાન્સ પર ફની રિએક્શન પણ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આંટીના ડાન્સનો આ વીડિયો પ્રયાગ નામના યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે “આ સમયે દરેક ભારતીય.” નેટીઝન્સ પણ આન્ટીના વીડિયો પર ફની રિએક્શન આપી રહ્યા છે. આંટીના વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતાં એક યુઝરે ટ્વીટ કર્યું, ‘આટલું વાયરલ થવું ન હતું.” તે જ સમયે અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે જો તમે ભોજપુરી ગીત મૂક્યું હોત તો મજા આવી હોત.

Niraj Patel