નશામાં ધૂત આ આંટીએ લગ્નમાં “દો ઘૂંટ પીલા દો” ગીત ઉપર કર્યો એવો ડાન્સ કે જોઈને તમે પણ કહેશો, “આંટી લિમિટ બહાર ચાલ્યા ગયા” જુઓ

સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ લગ્નની અંદર થતા ડાન્સ વીડિયો જોવાનું લોકોને ખુબ જ પસંદ હોય છે. આપણે ત્યાં મોટાભાગના લગ્નોની અંદર ડ્રિન્ક કરવામાં આવતું હોય છે અને ઘણા લોકો નશાની અંદર એવો ડાન્સ કરે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. હાલ એવા જ એક આંટીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં નશાની અંદર આંટી ઝુમતા જોવા મળી રહ્યા છે.

ઉત્તર ભારતીય લગ્નોમાં દારૂ પીવો એ કંઈ નવી વાત નથી. આપણે ઘણીવાર નશામાં ધૂત લોકોને ડાન્સ ફ્લોર પર લથડતા પગ સાથે ડોલતા જોઈએ છીએ. ઘણી વખત આવા લોકો લગ્નમાં આવનાર મહેમાનોને પણ ધક્કો મારી દે છે. જો કે, ખુશીના વાતાવરણમાં લોકો આ વાતને અવગણે છે અને મહેમાનો સાથે જોડાવાનો આનંદ લે છે. કેટલીકવાર મહિલાઓ પણ આવું કરતી જોવા મળે છે. દારૂના નશામાં તે ડાન્સ ફ્લોરને તેની ચાલ સાથે કેપ્ચર કરે છે. આવું જ કંઈક આ વાયરલ વીડિયોમાં જોવા મળ્યું હતું.

વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નમાં આવેલી એક કાકી નશાની હાલતમાં ખુલ્લેઆમ ડાન્સ કરી રહી છે. 1985ની ફિલ્મ ‘કાલા સૂરજ’નું ગીત ‘દો ઘૂંટ પીલા દે સાકિયા’ બેકગ્રાઉન્ડમાં વાગતું સાંભળી શકાય છે. યુટ્યુબ પર અપલોડ થયેલો આ વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા ધૂમ મચાવી રહ્યો છે. જેમાં જાંબલી રંગની સાડી પહેરેલી એક મહિલા, જે પહેલેથી જ ખૂબ નશામાં છે, તે ડાન્સ ફ્લોર પર દારૂની બોટલ લઈને આવે છે.

વીડિયો શરૂ થતાની સાથે જ આંટી બીજી મહિલાને પોતાની સાથે ડાન્સ કરવા ખેંચે છે અને પછી તેના હાથમાં બોટલ લઈને જમીન પર સુઈ જાય છે. મહિલા ભાગવાનો પ્રયાસ કરતા જ તે મહિલાને ફરીથી નીચે ખેંચી લે છે. તેણી તેને તેની સાથે પીવા અને ડાન્સ કરવાનું પણ કહે છે.

ત્યારપછી અન્ય એક મહિલા તેને ફ્લોર પરથી ઉપાડવાનો પ્રયાસ કરે છે પરંતુ તે તેને પણ નીચે ખેંચવાનો પ્રયાસ કરે છે. આંટી ફરીથી અન્ય લોકોને ડાન્સ ફ્લોર પર ખેંચવાનો પ્રયાસ કરે છે. આ વીડિયોને લોકો સોશિયલ મીડિયાના આલગ અલગ પ્લેટફોર્મ ઉપર પણ શેર કરી રહ્યા છે અને નશામાં ધુત્ત આ આંટીને જોઈને કોમેન્ટમાં કહી રહ્યા છે કે “આ આંટી લિમિટ બહાર ચાલ્યા ગયા.”

Niraj Patel