લેસ્બિયન કાકીએ ભરી 16 વર્ષિય સગીર ભત્રીજીની માંગ, હોટલમાં ઘણા દિવસોથી કર્યુ ગંદુ કામ…10 મહિલાઓ સાથે હતા કાકીના અવૈદ્ય સંબંધ

લેસ્બિયન કાકી ભત્રીજીને લઇને ભાગી, હોટલમાં કર્યુ ગંદુ કામ, એક મહિના સુધી પતિ-પત્ની બનીને રહ્યા…નીચે વાંચો આખી કહાની

મધ્યપ્રદેશના ખરગોનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, કાકી લેસ્બિયન નીકળી. પરિણીત કાકીએ તેની સગીર ભત્રીજીને ફસાવીને લગ્ન કર્યા અને પછી તેનું યૌન શોષણ કર્યું. આરોપી કાકીના અન્ય 10 મહિલાઓ સાથે પણ અવૈદ્ય સંબંધો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે અને સગીરને રીકવર કરી છે, મહિલાને કોર્ટમાં રજૂ કરી જેલ મોકલી દેવાઇ છે. જિલ્લા મુખ્યાલયથી લગભગ 16 કિલોમીટર દૂર ટાંડા બરુડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી.

ખંડવા જિલ્લાના ઓમકારેશ્વર ક્ષેત્રની મહિલાના લગ્ન એક વર્ષ પહેલા ક્ષેત્રના ઉમરખલી નિવાસી એક વ્યક્તિ સાથે થયા હતા. આ મહિલાએ તેની 16 વર્ષની ભત્રીજીને લાલચ આપીને પોતાની હવસનો શિકાર બનાવી. આ પછી એક મહિના પહેલા તે કપડાં અપાવવાના બહાને ભત્રીજીને લઇને ભાગી ગઇ. પોલીસે 27 ફેબ્રુઆરીએ મહિલાના ગુમ થવાનો અને સગીરાના અપહરણનો કેસ નોંધ્યો હતો. પોલીસે ધાર જિલ્લાના પીથમપુરથી આરોપી મહિલાની ધરપકડ કરી છે. તેની પાસેથી સગીરા પણ મળી આવી.

પોલીસ તપાસ દરમિયાન જ્યારે મહિલાની હરકતો સામે આવી ત્યારે બધા ચોંકી ગયા. મહિલા લેસ્બિયન છે, તે સગીરાને કપડા અપાવવાના નામ પર ભગાડી ગઇ હતી અને તેને ધામનોદ અને બાદમાં ઈન્દોરની હોટલમાં લઈ ગઈ. ત્યાં મહિલાએ તેની ભત્રીજી સાથે લગ્ન કર્યા. લેસ્બિયન કાકી પછી પુરુષના વેશમાં રહેવા લાગી. તેણે બોયકોટ વાળ કપાવી દીધા. આ ઉપરાંત તેણે સગીર ભત્રીજીને મંગળસૂત્ર પહેરાવ્યુ અને હાર પહેરાવી સેલ્ફી પણ લીધી.

લગભગ એક અઠવાડિયા સુધી હોટલમાં રહ્યા પછી તે તેને ધારના પીથમપુર લઈ ગઈ અને સગીરાનું યૌન શોષણ કર્યું.ટાંડા બરુડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે ઉમરખલીની એક સગીર છોકરીના ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી, 363નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સગીરાનું લોકેશન ધારનું પીથમપુર હોવાનું બહાર આવ્યું. આરોપી મહિલા સંગીતા સાગર કુટી પીથમપુરમાંથી મળી આવી.

જ્યારે તેની શોધખોળ કરવામાં આવી તો તેના કબજામાંથી એક સગીર યુવતી મળી આવી. પૂછપરછ દરમિયાન સગીરાએ જણાવ્યું કે, મારા અને મારી કાકી વચ્ચે શારીરિક સંબંધો હતા. કાકી મને ફુસલાવી લગ્નનું વચન આપીને પીથમપુર લઈ આવી. અહીં અમારાં લગ્ન થયાં..મંગળસૂત્ર પહેર્યુ, અકબીજાને માળા પહેરાવી અને અમે પતિ-પત્નીની જેમ રહેતા હતા. કાકીએ પણ પોતાનો ગેટઅપ બદલ્યો, બોયકટ કરાવ્યા અને પેન્ટ શર્ટ પહેરવાનું શરૂ કર્યું.

આ દરમિયાન સગીરાનું અનેકવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે મહિલા ઓમકારેશ્વર વિસ્તારમાં જૂતાની દુકાન ચલાવતી હતી. ત્યાં પણ તેના આવા 8 થી 10 સંબંધો પ્રકાશમાં આવ્યા છે. તેણે પીથમપુરમાં એક મહિલાને પણ ફસાવી હતી, પરંતુ તે આવા સંબંધમાં રહેવા માંગતી ન હતી. પોલીસે મહિલાનું નિવેદન લીધું છે. ત્યાં આરોપી મહિલા વિરુદ્ધ કલમ 377 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ મોકલી દેવાઇ છે.

SOURCE 1 aajtak

SOURCE 2 zeenews india

Shah Jina