મેટ્રોની અંદર રોમાન્સ કરી રહેલા કપલને જોઈને આંટી ભરાયા ગુસ્સે, તો યુવક યુવતી તેમની સાથે કરવા લાગ્યા માથાકૂટ, જુઓ વીડિયો

“આટલી આગ લાગી હોય તો…” મેટ્રોમાં રોમાન્સ કરી રહેલા કપલ પર ભડક્યા આંટી, પછી થઇ જોવા જેવી… જુઓ વીડિયો

Delhi Metro Romance Video : સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોના વીડિયો સતત ચર્ચામાં છે. એમાં પણ દિલ્હી મેટ્રોમાં તો રોજ લોકોને એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને લોકો શરમથી પાણી પાણી પણ થઇ જતા હોય છે. થોડા સમય પહેલા જ એક બિકીની ગર્લ જોવા મળી હતી, જેના બાદ એક યુવક હસ્ત મૈથુન પણ કરતો હતો, આ ઉપરાંત ઘણા કપલના મેટ્રોમાં રોમાન્સ કરતા વીડિયો પણ સામે આવતા હોય છે. ત્યારે હાલ એવા જ એક વીડિયોએ ચકચારી મચાવી છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કપલ સીટ પર બેઠેલી બે આન્ટીઓ સાથે દલીલ કરી રહ્યું છે. આ દરમિયાન આન્ટી તેને સમજાવવાની કોશિશ કરે છે કે મેટ્રોમાં આવું ન કરો, તેમને જે કરવું હોય તે બહાર જઈને કરી લે. આનાથી ગુસ્સે ભરાયેલા યુવકે આંટી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આન્ટીએ કહેવાનું શરૂ કર્યું કે પબ્લિક પ્લેસ પર એવું કંઈ ન કરો, જેનાથી લોકોને અસ્વસ્થતા થાય.

આ વાત પર છોકરો ગુસ્સે થવા લાગ્યો. પછી તેણે કહ્યું કે અમે ગમે ત્યાં કરીએ. આના પર આંટી ગુસ્સે થઈ ગયા. એક આંટીએ કહ્યું, “આટલી આગ લાગી હોય તો ઘરે જઈને કર.” એક મિનિટથી વધુ સમયનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો કપલ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે ઘણા લોકોએ આંટીઓના આવા કૃત્યને જોઈને અવાજ ઉઠાવવા બદલ વખાણ કર્યા હતા.

આ વીડિયો ઘરના કલેશે ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 4 લાખ કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. એક યુઝરે લખ્યું કે, ઉઠો અને થપ્પડ મારો ત્યારે અક્કલ આવશે. આસપાસના લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.”

Niraj Patel