મનોરંજન

કુશલ પંજાબીના આત્મહત્યા મામલેતેની વિદેશી પત્ની ઓડ્રે ડોલે એ કર્યો સૌથી મોટો ખુલાસો

ટીવી અને બૉલીવુડ એક્ટર કુશલ પંજાબીએ થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. કુશલના આ પગલાને કારણે ઘણા લોકોને નવાઈ લાગી હતી. કુશલના મોત બાદ તેને એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં તેને લખ્યું હતું કે, તેના મોત પાછળ કોઈને પણ જવાબદાર ઠેરવવામાં ના આવે.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

કુશલના ખાસ મિત્રએ કહ્યું હતું કે, કુશલ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનનો ભોગ બનેલો હતો. પરંતુ હાલમાં જ કુશલની પત્નીએ કંઈક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

પોલીસે કુશલના મોત મામલે કુશલની પત્ની ઓડ્રેની 5 કલાક સુધી પુછપરછ કરી હતી. જેમાં ઓડ્રેએ કહ્યું હતું કે, અમારા લગ્નમાં ઘણી સમસ્યા હતી પરંતુ આ લગ્ન અસફળ ના હતા. મેં કયારે પણ અમારા પુત્ર એટલેકે કિયાને તેના પિતા કુશલ સાથે વાત કર્યા રોક્યો ના હતો. મેં તેને શાંઘાઈ રહેવા માટે કહ્યું હતું. પરંતુ તેને તેમાં બિલકુલ રસ ના હતો. હું તેના ખર્ચા ઉપાડતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

આ બાદ કિયાને પણ કુશલની ગંભીરતાની કારણ તે પણ રુચિ દાખવતો ના હતી. મેં મારા સંબંધને સાચવવાની પુરી કોશિશ કરી હતી. કુશલ ઈચ્છતો હતો કે હું લંડન શિફ્ટ થઇ જાવ. મારી માટે નોકરી છોડવી સંભવ નથી. હું આ જોબ સાથે કોન્ટ્રાક્ટમાં હતી. કુશલ આ વાતને સમજતો ના હતો. કુશલ એક લાપરવાહ પિતા હતો, જેને તેના પુત્રના ભવિષ્ય માટે પણ વિચાર કર્યો ના હતો.નુકસાન મને થઇ રહ્યું હતું તેને નહીં.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

વધુમાં ઓડ્રેએ જણાવ્યું હતું કે,ચીનમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરી રહી છે. આ એક મેરિટાઇમ કંપની છે, હું મારા દીકરા સાથે ફ્રાન્સમાં ક્રિસમસ વેકેશન માણવા ગઈ હતી. મને ખબર ના હતી કે, મને દોષી ઠેરવવામાં આવી રહી છે. કુશલ જ અમારા સંબંધને નિભાવવામાં નિષ્ફ્ળ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા કુશલના પિતાએ જણાવ્યું હતું કે, કુશલને તેની પત્ની ઓડ્રેએપરેશાન કરતી હતી. મારા દીકરાના મોટ માટે તે જ જવાબદાર છે. આ એક અસફળ લગ્ન હતા. તે કુશલના દીકરાં લઈને ભાગી ગઈ હતી. ઓડ્રેએ કુશલથી અલગ થવા માટે બહુજ મોટી રકમની માંગ કરી હતી. તેને ફક્ત પૈસા માટે જ લગ્ન કર્યા હતા.
જણાવી દઈએ કે, કુશલ અને ઓડ્રેએ 2015માં ગોવામાં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.