હેલ્થ

અત્યંત ગુણકારી અને હરડેના ચમત્કારિક ફાયદા વાંચો અને શેર કરો- 95% લોકોને નથી ખબર

આયુર્વેદિક વન ઔષધિ પૈકી એક ઔષધિ હરડે છે.હરડે  અનેક રોગમાં દવા તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. ડાંગ અને સાપુતારામાં હરડેના સૌથી વધુ વૃક્ષ જોવા મળે છે. નાનકડી હરડે મોટા ગુણોથી ભરેલી છે.

હરડે વિશે એક કહેવત છે કે જે ઘરની અંદર હરડે હોય ત્યાં ડૉકટરની જરૂર રહેતી નથી. આયુર્વેદમાં હરડે હરિતકી અને અભયા એવા નામથી પ્રચલિત છે. રોગોને દૂર કરનાર હોવાથી હરડેને હરિતકી કહે છે. આ હરડેનું એક નામ પ્રમથા પણ છે. જેનો અર્થ થાય છે કે રોગો સાથે લડીને તેને જડ-મૂળથી નાશ કરવો. આપણાં આયુર્વેદમાં અનેક રોગો માટેની ઔષધિઓને અલગ-અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. તેમાં હરડેના અર્શ, કૃષ્ઠ, હેડકી, ઉધરસ, અને કફ તથા તાવને દૂર કરવા માટે તેમજ લાંબા આયુષ માટે વગેરેના ગુણો દર્શાવ્યા છે.

Image Source

આયુર્વેદમાં કહ્યા અનુસાર હરડેમાં લવણ રસને છોડીને બધા રસ રહેલા છે. આજકાલ બજારની અંદર ત્રણ પ્રકારની હરડે ઉપલબ્ધ છે. 1.બાલ, હરડે – જેને જવાહરડે પણ કહે છે. 2. પીળી હરડે 3. મોટી હરડે. જેને કાબુલી હરડે પણ કહે છે. હરડેનું કાચું અને નાનું ફળ જ્યારે વૃક્ષથી નીચે પડી જાય છે ત્યારે તેને નાની હરડે કહે છે. દવા માટે સૌથી વધુ હરડે ના ફળની છાલ નો ઉપયોગ થાય છે. હરડેની અંદર ખાટો,મીઠો, કડવો, તીખો અને કસેલો એમ પાંચ રસ હોય છે.

કબજીયાતમાં રાહત આપવા માટે અસરકારક
કબજીયાતની સમસ્યાથી પીડિત વ્યક્તિ માટે હરડેનો પ્રયોગ વરદાન સમાન છે. એક રિસર્ચ અનુસાર હરડેમાં ગલ્લિક એસિડ નામનું તત્વ હોય છે. જે એચડીએલ અને એલડીએલ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. અને રક્તમાં પ્લાજમાં ઇન્સુલિન વધી જાય છે. કબજીયાત દૂર કરવા માટે હરડેના ચૂર્ણને મીઠા સાથે ખાવી અથવા 1 કે 2 ગ્રામ લવિંગ કે એલચી સાથે ખાવી.

Image Source

વજન ઓછું કરવામાં અત્યંત ફાયદાકારક
એવું માનવામાં આવે છે કે હરડેમાં અધિકાંશ રોગોને દૂર કરવાથી ક્ષમતા રહેલી છે. એટલે જ તેને હરિતકી કહે છે. હરડેને પેટ સાફ કરવા માટે અને પાચન તંત્રને સુધારી તેને મજબૂત કરવા માટે ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં કહ્યા પ્રમાણે આ હરડે જડી-બુટી ખાવાથી પોષક તત્વોનો શરીરમાં સમાવેશ કરીને શરીરને સ્વસ્થ બનાવે છે. આ ઉપરાંત આ જડી-બુટી આખા શરીરને વિશેષ રૂપે પેટને અને વજન ઓછું કરવામાં મદદ રૂપ થાય છે.

ત્વચા સંબંધી સમસ્યાઓને દૂર કરે તથા સૌદર્યને નિખારે
હરડેનો ઘટ ઉકાળો બનાવીને પીવાથી આ ત્વચા સંબંધી એલર્જી વગેરેમાં લાભ આપે છે. આના સેવન માટે હરડેના ફળને પાણીમાં નાખી ઉકાળીને તેનું ઘાટો રસ બનાવી તેને દિવસમાં બે વખત નિયમિત સેવન કરવાથી ફાયદો થાય છે. ત્વચાની વિશેષ એલર્જીના ઉપચાર માટે હરડેના ફળ અને હળદરને પીસી તેનો લેપ બનાવી પ્રભાવિત જગ્યા પર બે વખત લગાડવો. જેનાથી એલર્જી ઝડપથી દૂર થશે. આના ઉપયોગથી વાળ કાળા, ચમકદાર, બને છે. આ માટે હરડેના ફળને નારિયેળના તેલમાં ઉકાળી તેના લેપને વાળ પર લગાવવો.

Image Source

હરડેના અન્ય ફાયદાઓ
મોઢામાં થયેલા સોજાને દૂર કરવા માટે હરડેના પાણીથી કોગળા કરવાથી ફાયદો થાય છે. હરડેનું ચૂર્ણ દુખતા દાંત પર લગાવવાથી દુખાવો ઓછો થાય છે.

હરડેને મીઠા સાથે ખાવાથી કફથી, સાકર સાથે ખાવાથી પિત્તથી, ધૃતની સાથે ખાવથી વાત-વિકારથી અને ગોળ સાથે ખાવાથી બધા રોગોનો નાશ થાય છે.

આયુર્વેદ અનુસાર હરડેમાં પાંચ રસ રહેલા છે. અને આ રસ માતા દૂધની સમાન ખૂબ જ હિતકારી છે. આથી હરડેનું સેવન નિત્ય કરવું જોઈએ. કેમ કે આ ષટરસ ભોજનનું જ એક અંગ છે. રોગ નિવારણ તો તેમાં રહેલા ગુણોથી જાતે જ થઈ જાય છે.

ભોજનની સાથે ખાયેલી હરડે બુધ્ધિ, બળ અને ઇન્દ્રિય ને પ્રસન્ન કરે છે. વાત, પિત્ત, કફને નષ્ટ કરે છે. મળ-મૂત્રના વિકારોને દૂર કરે છે. ભોજન પછી ખાયેલી હરડે વધારાના અન્નથી થતાં વાત, પિત્ત, અને કફને દૂર કરે છે.

Image Source

2-3 હરડેને કાચી જ પીસી લો અથવા તાવડીમાં શેકી લો. ઠંડી થઈ ગયા પછી તેને પીસી લો. આ ચૂર્ણને રાતે ગરમ પાણીમાં પીવાથી કબજીયાત, ગેસ, એસિડિટી અને બવાસીરમાં ફાયદો થાય છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks