ખબર

સુરત : અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા કેસમાં આવ્યા મોટા સમાચાર,જાણો વિગત

વેસુમાં હીટ એન્ડ રનની ઘટનામાં ઉમરા પોલીસે આરોપી અતુલ વેકરીયા સામે અકસ્માતની હળવી કલમો લગાડતા કોર્ટમાંથી જામીન મળી ગયા પછી 304ની કલમનો ઉમેરો કર્યો હતો.સુરત શહેરના વેસુમાં થોડાક દિવસો પહેલા અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ નશાની હાલતમાં કાર હંકારી એક યુવતીને અડફેટે લીધી હતી જેથી તે જમીન પર પટકાતા તેનું મોત થયું હતું. આ બનાવને લઈ ઉદ્યોગપતિ અતુલ વેકરિયાની પોલીસે હીટ એન્ડ રન કેસમાં ધરપકડ કરી છે.

વિવાદ થયા બાદ અતુલ વેકરીયા ગંભીર ગુનાની કલમો ઉમેરાતા જામીન રદ થયા હતા. જેથી અતુલ વેકરીયા ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને આગોતરા જામીન માંગ્યા હતા. અરજીની સુનાવણી તા.9 એપ્રિલે થાય તે પહેલા અતુલ વેકરીયા નાટયાત્મક રીતે પોલીસ સમક્ષ સરેન્ડર થઇ હતા.

જોકે, તેમનો કોરોનાનો રેપિડ ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતા રિમાન્ડની કાર્યવાહી મોકુફ રાખી અતુલ વેકરીયાને નવી સિવિલમાં ખસેડાયા હતા. 12 દિવસ નવી સિવિલમાં સારવાર બાદ ગતરોજ અતુલ વેકરીયાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ઉમરા પોલીસે ધરપકડ કરી, રિમાન્ડ નહી મંગાતા જેલભેગા કરાયા.


પરિવારે કહ્યું, ‘મારી વહાલસોયી દીકરીથી બીજું કોઈનું મહત્ત્વ નથી’ આ કેસની પ્રાથમિક તપાસમાં પોલીસે કલમ 304 (અ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેના કારણે આરોપી અતુલ વેકરિયાને જામીન મળી જતાં તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે બાદમાં પોલીસે ભારતીય દંડસંહિતાની કલમ 304 લગાવીને તેના જામીન રદ્દ કરાવ્યા હતા. જે બાદ પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી. અતુલ વેકરિયાના ફરાર થયાના એક સપ્તાહ વીતવા છતાં તે પોલીસ પકડથી દૂર રહ્યો હતો.

પોલીસે તેની શોધખોળ માટે અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા, પરંતુ તેની કોઈ ભાળ મળી નહતી. કોરોના પોઝિટિવ થતા રિમાન્ડ કાર્યવાહી મોકુફ રખાયા બાદ રિમાન્ડ નહી મંગાતા આરોપીએ જામીન માંગ્યા પણ ઇન્ચાર્જ કોર્ટે નકારી કાઢયા.