“જાન્યુઆરીમાં શાદી ડોટ કોમથી મુલાકાત થઇ, પછી સગાઈ થઈ. લગ્ન બાદ હનીમૂન પર મોરેશિયસમાં ઝઘડો થયો. પછી એવું થયું કે આખું જીવન બદલાઈ ગયું.” આ કહેવુ એઆઈ એન્જિનિયર અતુલ સુભાષનું હતું. દહેજ ઉત્પીડન કેસનો સામનો કરી રહેલા અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા 24 પાનાની સુસાઈડ નોટ અને દોઢેક કલાકનો વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં અતુલ સુભાષે જણાવ્યું કે તે નિકિતા સિંઘાનિયાને કેવી રીતે મળ્યો. કોરિયન ડ્રામા જોયા બાદ નિકિતાએ વિચિત્ર માંગણીઓ કરવાનું શરૂ કર્યું.
અતુલ સુભાષ બિહારનો AI એન્જિનિયર હતો અને તેના નિકિતા સાથે લગ્ન એપ્રિલ 2019માં થયા હતા. બંને વર્ષ 2021થી અલગ રહેતા હતા. અતુલ સુભાષે આત્મહત્યા પહેલા જાહેર કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે તે નિકિતાના પરિવારને મેટ્રિમોનિયલ વેબસાઇટ shaadi.com દ્વારા મળ્યો હતો. મીટિંગ પછી સગાઈ જાન્યુઆરી 2019માં થઈ હતી. અતુલે જણાવ્યું કે નિકિતા લગ્ન પહેલા બહુ બોલતી નહોતી.
ફોન પર વાત કરતી વખતે તે ખૂબ જ સમજી વિચારીને જવાબ આપતી. આ પછી ખબર પડી કે મા અને ભાભી ઓછી વાત કરવાનું કહેતા હતા. અતુલ સુભાષે જણાવ્યું કે એપ્રિલમાં લગ્ન બાદ તે બે દિવસ માટે બિહાર ગયો હતો. તે પછી ક્યારેય બિહાર ગયો નથી. તેણે કહ્યું કે બે દિવસ પછી તેઓ બેંગ્લોર પાછા આવ્યા અને હનીમૂન પર મોરેશિયસ ગયા. ત્યાં ગયા પછી ખબર પડી કે નિકિતા લગ્ન કરવા માંગતી નહોતી. પિતાની તબિયત સારી ન હતી એટલે પરિવારના આગ્રહને કારણે તેણે લગ્ન કર્યા. આ બાબતે અમારી વચ્ચે ઝઘડો થયો હતો. અન્ય બાબતોને લઈને અમારી વચ્ચે ઘણા ઝઘડા થતા હતા.
મોરેશિયસમાં હનીમૂન દરમિયાન નિકિતા ખૂબ જ લાપરવાહ દેખાતી હતી. બસ અને સામાન છોડ્યા પછી હસતી હતી. અતુલ સુભાષે કહ્યું કે તે દરરોજ લગભગ 13 કિલોમીટર નિકિતાને બેંગલુરુમાં ઓફિસે મૂકવા જતો હતો. આ દરમિયાન નિકિતાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી અને ત્યારપછી પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ.
અતુલે કહ્યું, “જોબ છોડ્યા પછી, નિકિતા કલાકો સુધી કોરિયન રોમેન્ટિક ડ્રામા જોતી હતી. તે ઇચ્છતી હતી કે હું તેના જેવો દેખાઉં અને તેના જેવો બનું પણ એક ભારતીય તરીકે હું ઠીક છું. હું કોરિયન માણસ બનવા માંગતો ન હતો.” લગભગ દોઢ કલાક લાંબા વીડિયોમાં અતુલ સુભાષે અંગત સંબંધો વિશે વાત કરતા કહ્યું કે, ‘ચાલો કલમ 377 વિશે વાત કરીએ, જે અકુદરતી સેક્સ છે. મને ખબર નથી કે મેં શું અકુદરતી સેક્સ કર્યું છે.
મારી પત્ની પાસે કોઈ તબીબી પુરાવો, કોઈ તબીબી તપાસ કંઈ પણ નથી. અકુદરતી જાતિય સંબંધ વિશે ભૂલી જાઓ, છેલ્લા 6 મહિનાથી સામાન્ય શારીરિક સંબંધ પણ નથી બંધાયો. પત્ની ચાર-પાંચ દિવસ સુધી નહાતી નહોતી. બગલને સ્પર્શ કરવાની તેની આદત હતી. તમે કલ્પના કરી શકો છો કે આ કોઈ પણ માણસને કેટલું વિચિત્ર લાગશે. આ સિવાય મારી પત્નીની અપેક્ષા હતી કે મારે તેના ગુદાના પ્રવેશદ્વારને સ્પર્શ કરવો જોઈએ. હું તે કરી શકતો નથી. દરરોજ જ્યારે તે સેક્સની શરૂઆત કરતી ત્યારે હું એવું બહાનું કાઢતો કે મને માથાનો દુખાવો છે કે મને થાક લાગ્યો છે.
જણાવી દઇએ કે, આ મામલે અતુલ સુભાષના પિતાએ ઘટસ્ફોટ કર્યો કે શાદી ડોટ કોમ પરથી લાવેલી નીકિતા સિંઘાનિયા તેના મોતનું કારણ બની. પવન મોદીએ કહ્યું કે અમે પણ ભૂલ કરી છે. લગ્ન કોઈ વચેટિયા વગર થયા એ ભૂલ હતી. પવન મોદીએ કહ્યું કે સમાજમાં કોઇ ઓળખાણ થકી કે કોઈ અન્ય ઓળખાણ થકી જો સંબંધ આવ્યો હોત તો સારું થાત. આ રીતે લગ્ન તેમના માટે ઘાતક સાબિત થયા. અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા પણ સોફ્ટવેર એન્જિનિયર છે.