AI એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસના આરોપી પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા અને અનુરાગ હાલમાં બેંગલુરુ જેલમાં બંધ છે. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. હવે નિકિતા સિંઘાનિયાએ અતુલ સુભાષના મૃત્યુ મામલે પોતાનું મૌન તોડ્યું છે. પોલીસ પૂછપરછ દરમિયાન નિકિતાએ દાવો કર્યો હતો કે તેણે તેના પતિને હેરાન કર્યા નથી. ઉલટાનું તેના પતિએ તેણીને ત્રાસ આપ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, તે લગભગ ત્રણ વર્ષથી તેના પતિથી દૂર રહેતી હતી.જો તેણે પૈસા માટે તેણીને હેરાન કરી હોત, તો તેણી શા માટે તેનાથી દૂર રહી હોત?
પોલીસ આ મામલાની સઘન તપાસ કરી રહી છે અને કહ્યું છે કે જો અતુલ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા જણાશે તો તેઓ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. નોંધનીય છે કે 2022માં નિકિતાએ અતુલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં દહેજની માંગને લઈને ઉત્પીડન અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. અતુલ સુભાષને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે નિકિતા સિંઘાનિયાના કાકા સુશીલ સિંઘાનિયાને આગોતરા જામીન આપ્યા છે. આ આદેશ જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવે આપ્યો હતો.
નિકિતાના કાકાને મળ્યા જામીન
અલ્હાબાદ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ મનીષ તિવારીએ દલીલ કરી કે, સુશીલ સિંઘાનિયા 69 વર્ષના વ્યક્તિ છે અને તેમને લાંબી બીમારી છે. તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો પ્રશ્ન જ નથી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે સુશીલ સિંઘાનિયા આગોતરા જામીન માટે હકદાર છે. કોર્ટે કેટલીક શરતો લગાવતા કહ્યું કે, જ્યારે પણ પોલીસ અધિકારીઓ તેને પૂછપરછ માટે બોલાવે છે, ત્યારે તેણે હાજર થવું પડશે. આટલું જ નહીં, જો અરજદાર પાસે કોઈ પાસપોર્ટ છે તો તેને પણ SSP અથવા SPને જમા કરાવવાનો રહેશે.