AI એન્જીનિયર અતુલ સુભાષ સુસાઇડ કેસ વચ્ચે લોકોને યાદ આવી અમદાવાદની આયશાની દર્દનાક કહાની; જાણો શું હતો મામલો

અતુલ સુભાષ આત્મહત્યા કેસની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ બાબતને લઈને ઘણા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. કેટલાક ટ્રેન્ડમાં અતુલ સુભાષને ન્યાય મળવાની વાત છે, તો કેટલાકમાં સિસ્ટમને સુધારવાની માગ ઉઠી રહી છે. બેંગલુરુની એક કંપનીમાં AI એન્જિનિયર તરીકે કામ કરતા 34 વર્ષના અતુલ સુભાષ મોદીએ આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેણે લગભગ દોઢેક કલાકનો વીડિયો બનાવ્યો અને 24 પાનાની સુસાઈડ નોટ લખી જેમાં તેણે તેની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને મોત માટે જવાબદાર ગણાવ્યા.

આ કેસ વચ્ચે #JusticeForAtulSubhash અને #MenToo સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા. આ હેશટેગ દ્વારા લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક લોકોને વર્ષ 2021માં બનેલ આયશા સુસાઈડ કેસ યાદ આવ્યો. 25 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદની આયશાએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી.

આત્મહત્યા પહેલા તેણે એક વીડિયો બનાવી તેના પતિ આરિફને મોકલ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે હવે સવાલ એ થાય છે કે આયશા કેસને અતુલ સુભાષ કેસ સાથે કેમ જોડવામાં આવી રહ્યો છે ચાલો જાણીએ… આયેશાએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા તેણે એક વીડિયો બનાવી તેના પતિ આરિફને મોકલ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો.

આયશા મૂળ રાજસ્થાનની હતી અને અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી હતી. આત્મહત્યા પહેલા તેણે કહ્યું હતું કે, ‘હું પ્રાર્થના કરું છું કે આ સુંદર નદી તેના વહેણ સાથે મને ગળે લગાવે.’ આયશાના લગ્ન 2018માં રાજસ્થાનના આરીફ સાથે થયા હતા, પરંતુ લગ્ન બાદથી જ તેને દહેજ માટે હેરાન કરવામાં આવી રહી હતી. હવે અતુલ સુભાષ કેસને આયશા કેસ સાથે એટલા માટે જોડવામાં આવી રહ્યો છે કેમ કે બંને કિસ્સાઓમાં આત્મહત્યા કરતા પહેલા વીડિયો મેસેજ છોડી દેવામાં આવ્યા હતા.

આયશાએ 2021માં સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી અને તેના પતિ પર દહેજ માટે ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. ત્યાં અતુલ સુભાષે પણ તેની પત્ની અને તેના પરિવાર પર હેરાનગતિનો આરોપ લગાવતા આત્મહત્યા કરી. આ બંને કિસ્સાઓમાં પીડિતોની લાગણીઓ અને સામાજિક મુદ્દાઓએ ઊંડી છાપ છોડી, જેનાથી તેમને એક સાથે જોડવામાં આવી રહ્યા છે.

Shah Jina