ખબર

લગ્નને લઈને કોરોના કહેર યથાવત, દુલ્હાનું મોત તો 90 થી વધુ લોકો સંક્રમિત

દેશમાં કોરોનાનો ખૌફ વધતો જાય છે. કોરોનાના કેસમાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. બિહારની રાજધાની પટનાના એક ગામમાં લગ્નમાં શામેલ થયેલા 90 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે. લગ્નના 2 દિવસ બાદ 30 વર્ષના દુલ્હાનું મોત થયું હતું. દુલ્હો ગુરુગ્રામમાં સોફેટવેર એન્જીનીયર હતો.

Image source

પટનાએ જિલ્લા પ્રશાસન દ્વારા પાલીગંજ ગામમાં દુલ્હાની મોત વિષે સૂચના આપવામાં આવી હતી. જે બાદ સંબંધીઓને રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 15 લોકો કોરોના સંક્રમિત થયા હતા. આ બાદ કોન્ટેક્ટ ટ્રેસીંગ શરૂ થયું હતું. જેમાં 80થી વધુ લોકો કોરોનની ઝપેટે આવી ગયા હતા. આ સાથે જ બિહારનો પહેલો એવો મામલો સામે આવ્યો છે જેનો ફેલાવો થયો હતો.

Image Source

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 30 વર્ષનો વરરાજા 12 મેના રોજ લગ્ન માટે તેના ગામ દિહપલી પહોંચ્યો હતો. આ સમય દરમિયાન કોવિડ -19 ના લક્ષણો તેનામાં વિકસિત થવા લાગ્યા પરંતુ તેના પરિવારે લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો ન હતો. તેમના લગ્નના બે દિવસ પછી તેની હાલત કથળી હતી અને પટના એઇમ્સ જતા હતા ત્યારે તેનું મોત નીપજ્યું હતું.
આ બાદ દુલ્હાના ગામ પાલીગંજમાં રેન્ડમ સેમ્પલ લેવાનું ચાલુ કરી દીધું હતું. વિવાહ સમારોહમાં શામેલ 375 લોકોનો સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.