સોશિયલ મીડિયાએ આપણા જીવનમાં ઘણા પરિવર્તન લાવ્યા છે, આના દ્વારા તમે ઘણું શીખી શકો છો. પરંતુ ક્યારેક તેનો ખોટો ઉપયોગ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આવું જ કંઈક 24 વર્ષની છોકરી સાથે થયું, જેણે યુટ્યુબ વીડિયો જોયા બાદ ગર્ભપાત કરાવ્યો. હવે તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
વર્ષોથી બળાત્કાર થતો હતો : આ ઘટના મહારાષ્ટ્રના નાગપુરની છે. 24 વર્ષીય પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેનો બોયફ્રેન્ડ લગ્નના બહાને ઘણા વર્ષોથી તેના પર બળાત્કાર કરતો હતો, આરોપી તેને ઘણી વાર બહાર ફરવા લઈ જતો હતો. જ્યાં તેણી પર 50 થી વધુ વખત બળાત્કાર થયો હતો. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેના બોયફ્રેન્ડે તેને યુટ્યુબ વીડિયો જોઈને અને તેમાં જણાવેલ દવાઓ લઈને ગર્ભનો ગર્ભપાત કરવાની સલાહ આપી.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, છોકરીને તેના પ્રેમીએ આવી સલાહ આપી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું છે કે તેનો બોયફ્રેન્ડ 2016 થી તેના પર બળાત્કાર કરી રહ્યો છે અને લગ્નનું વચન આપી રહ્યો છે. હવે જ્યારે તે ગર્ભવતી બની, ત્યારે તેના બોયફ્રેન્ડે તેને યુટ્યુબ પરથી વીડિયો જોઈને અને તેના દ્વારા સૂચવેલી દવાઓ લઈને ગર્ભપાત કરાવવાની સલાહ આપી.
આરોપીની ધરપકડ : સેલ્ફ અબોર્શન દરમિયાન, છોકરીએ ઘર અને રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓનો ઉપયોગ કર્યો. નાળ જાતે જ કાપ્યા બાદ તેની તબિયત બગડી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પીડિતાનો આરોપ છે કે તેના પ્રેમીએ તેને ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી કારણ કે તે પહેલાથી જ પરિણીત છે અને એક બાળકનો પિતા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે શહેરના યશોધરા નગર વિસ્તાર વિસ્તારમાં બની હતી. તેણે કહ્યું, ‘મહિલાએ અમને કહ્યું છે કે 30 વર્ષનો શોએબ ખાન નામનો એક પુરુષ 2016 થી લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કરતો હતો. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે ખાને તેને આવી સલાહ આપી.