પાકિસ્તાનની અંદર હિન્દૂઓ માટે ઘણી જ મુશ્કેલીઓ છે તો સાથે ત્યાં આવેલા હિન્દૂ મંદિરો માટી પણ એટલું જ જોખમ છે, અવાર નવાર આપણા દુશ્મન દેશ પાકિસ્તાનમાં હિંદુઓ ઉપર હુમલા થતા આવ્યા છે તો ઘણીવાર હિન્દૂ મંદિરોને પણ નુકશાન પહોંચાડવામાં આવે છે.

હિન્દૂ ધર્મના કેટલાક ધર્મસ્થાનો પાકિસ્તાનમાં પણ આવેલા છે, પરંતુ તે તીર્થસ્થાનોની દયનિય હાલતો જોઈને ખરેખર દિલમાં દુઃખ થાય છે. એવું જ એક પાકિસ્તાનમાં આવેલું માતા રાની ભાતીયાનીના મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે જેના સમાચાર પાકિસ્તાની એક પત્રકાર દ્વારા જ આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તની પત્રકાર નાયલા ઈનાયતે ટ્વીટર ઉપર એક ટ્વીટ કરી સાથે માતા રાની ભાતીયાનીના મંદિરમાં તોડફોડ કરી માતાજી ઉપર કાળો રંગ ફેંકાયો હોવાની ઘટનાના ફોટા શેર કર્યા હતા જેના બાદ ભારતીયોના મનમાં દુઃખની લાગણી પણ જન્મી ઉઠી હતી.

નાયલા ઈનાયતે પોસ્ટ કરેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાકિસ્તાનમાં રહેલા દેવીના મંદિરમાં કેવી રીતે તોડફોડડ કરવામાં આવી છે સાથે જ માતાજીની પ્રતિમા ઉપર કાળો રંગ પણ ફેંકવામાં આવ્યો છે, નાયલાના જણાવ્યા અનુસાર આ મંદિરને તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Yet another Hindu temple vandalised in Sindh. The statue and holy scriptures desecrated as a mob attacked the temple of Mata Rani Bhatiyani in Chachro, Tharparkar. pic.twitter.com/VrKXpi8btd
— Naila Inayat नायला इनायत (@nailainayat) January 26, 2020
નાયલા ઈનાયતે જણાવ્યું હતું કે “છતાં સિંધમાં અન્ય એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. થારપારકરના ચાચરોમાં માતા રાની ભાતીયાનીના મંદિર પર ટોળાએ હુમલો કર્યો હોવાથી પ્રતિમા અને પવિત્ર ગ્રંથોની અપમાન કરવામાં આવ્યું.”

આ દૃશ્યો જોઈને ઘણા હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે, પાકિસ્તાનમાં આપણા ઘણા હિન્દૂ મંદિરો આવ્યા છે અને સિંધમાં આવેલા આ મંદિર માટે પણ હિન્દૂઓ ને ઘણી જ શ્રદ્ધા હતી.