“જીવતા રહેવા આપો 1 કરોડ” :સિદ્ધુ મુસેવાલા બાદ હવે તેના આ સૌથી નજીકના વ્યક્તિ પર કરવામાં આવ્યું ધડાધડ ફાયરિંગ

પહેલા કરી રેકી, પછી આડેધડ કરવા લાગ્યા ગોળીબાર, સિદ્ધુ મુસેવાલાના સૌથી નજીકના વ્યક્તિ પર જીવલેણ હુમલો, CCTC આવ્યા સામે, જુઓ

Attack on Bunty Bains famous musician :આપણા દેશમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. અપરાધીઓ કોઈની પણ ધોળા દિવસે હત્યા કરતા જરા પણ અચકાતા નથી હોતા, મોટા મોટા સેલેબ્સની પણ જાહેરમાં જ હત્યા કરી દેવામાં આવવાની ઘટનાઓ પણ અગાઉ સામે આવી છે, તો કોઈને ફિરોતી માટે ધમકીઓ પણ આપવામાં આવે છે. ત્યારે હાલમાં જ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પંજાબી ગીતકાર બંટી બેન્સને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી ગેંગસ્ટર લકી પટિયાલે આપી છે.

રેસ્ટોરન્ટમાં ગોળીબાર :

તમને જણાવી દઈએ કે બંટી બેન્સ સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના મેનેજર રહી ચૂક્યા છે. તેમને ખંડણીની માંગને લઈને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. પંજાબના સંગીતકાર અને ગીતકાર બંટી બેન્સ પર મોહાલીની એક રેસ્ટોરન્ટમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તે બચી ગયો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે બૈન્સ શહેરના સેક્ટર 79માં આવેલી રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો હતો, પરંતુ તે બચી ગયો.

1 કરોડની માંગી ખંડણી :

બેન્સનું પણ નસીબ એટલું સારું હતું કે તેને ઈજા પણ થઈ ન હતી. તેણે આ હુમલા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મીડિયા સાથે વાત કરતા બેન્સે દાવો કર્યો છે કે થોડા સમય પહેલા તેમને 1 કરોડ રૂપિયાની ખંડણી માટે કોલ આવ્યો હતો. જો રકમ નહીં આપવામાં આવે તો જાન પર જોખમ ઉભું થશે તેવી ધમકી આપવામાં આવી હતી. બંટી બેન્સ પર ફાયરિંગના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે માસ્ક પહેરેલા શૂટર તે રેસ્ટોરન્ટમાં આવે છે. આ પછી રેકી કરે છે. ત્યારબાદ તેઓ જે રેસ્ટોરન્ટમાં બંટી બેન્સ બેઠા હતા ત્યાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દે છે.

સિદ્ધુ મુસેવાલા સાથે ખાસ કનેક્શન :

ગુનો કર્યા બાદ શૂટરો સ્થળ પરથી ભાગી જાય છે. જોકે આ હુમલામાં બંટી બેન્સનો જીવ બચી ગયો હતો. આ ઘટના પંજાબના મોહાલીના સેક્ટર-79માં બની હતી. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. બંટી બેન્સે સિદ્ધુ મુસેવાલા સહિત અનેક ગાયકોને ખ્યાતિની ઊંચાઈઓ પર પહોંચાડ્યા છે. તેણે સિદ્ધુ મુસેવાલાના ઘણા ગીતો કમ્પોઝ કર્યા અને પ્રોડ્યુસ કર્યા. સિદ્ધુ મુસેવાલાની પણ વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંટી બેન્સની કંપની સિદ્ધુ મુસેવાલેનું કામ સંભાળતી હતી.

Niraj Patel